તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • માધ્યમિક શિષ્યવૃત્તિની પરીક્ષામાં લોર્ડ કિષ્ના સ્કુલ ઓફ સાયન્સના છાત્ર જિલ્લામાં પ્રથમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માધ્યમિક શિષ્યવૃત્તિની પરીક્ષામાં લોર્ડ કિષ્ના સ્કુલ ઓફ સાયન્સના છાત્ર જિલ્લામાં પ્રથમ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાત રાજ્યમાં તૃતિય ક્રમાંક મેળવી સિધ્ધિ હાંસલ કરી

માધ્યમિકશિષ્યવૃત્તિની પરીક્ષામાં લોર્ડ ક્રિષ્ના સ્કૂલ ઓફ સાયન્સના વિદ્યાર્થીઓએ અનેરી મેળવેલ સિધ્ધિ : પટેલ હાર્દ જતીનભાઇ સમગ્ર જિલ્લામાં પ્રથમ અને રાજ્યમાં તૃતિય જયારે લોર્ડ ક્રિષ્ના સ્કૂલ ઓફ સાયન્સના વિદ્યાર્થીઓ 2016/17 દરમ્યાન લેવાયેલ માધ્યમિક શિષ્યવૃતિની પરીક્ષામાં જવલંત સિધ્ધી મેળવી સમગ્ર જીલ્લામાં અને રાજ્યમાં મોખરાનું સ્થાન મેળવી સ્કૂલને ગૌરવ અપાવેલ છે.

દર વર્ષે વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરવા માટે સરકાર તરફથી માધ્યમિક શીષ્યવૃતિ પરીક્ષા લેવાય છે. અને સરકાર તરફથી મેરટીમાં આવતા વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવે છે.

તાજેતરમાં લેવાયેલ પરીક્ષામાં સમગ્ર પાટણ જીલ્લામાં લોર્ડ ક્રિષ્ના સ્કૂલ ઓફ સાયન્સનો વિદ્યાર્થીઓને સહાય હાર્દ જતીનભાઇ (181) ગુણ સાથે પાટણ જીલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવી તેમજ ગુજરાત રાજ્યમાં તૃતિય ક્રમાંક મેળવી જવલંત સિધ્ધિ હાંસલ કરી છે. ઉપરાંત રાજપૂત વિશ્વાની કનકસિંહ (163) ગુણ સાથે તાલુકામાં દ્રિતિય સ્થાન મેળવ્યુ છે. શાળાના અન્ય બે વિદ્યાર્થી ચૌધરી રૂદ્ર દિનેશભાઇ (160) અને જનસારી જયમીન ગિરિશભાઇ (147) ગુણ સાથે પાસ થઇ સ્કોલરશીપ મેળવવા હક્કદાર બન્યા છે. તેમના માર્ગદર્શન તરીકે દેવડા લીંલાબા રહ્યા હતા.

સર્વે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીની તેમજ સંયોજકને શાળાના મેનેજીંગ ડાયરેક્ટર અમિતભાઇ પટેલ, આચાર્ય કિશોરભાઇ રામી, ડાયરેક્ટર લલિતભાઇ પટેલ, કે.પી.પટેલ, ડી.એન.પટેલ તેમજ સ્કૂલના પ્રમુખ દિનાબેન પટેલે અભિનંદન પાઠવેલા અને વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેઓ આશાવાદ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો