તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પાટણ પુનાભા લોક વિજ્ઞાનની નલ્ચર નેચર શિબિર યોજાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ પુનાભા લોક વિજ્ઞાનની નલ્ચર નેચર શિબિર યોજાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતકાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગાંધીનગરના આર્થિક સહયોગથી શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત પુનાભા લોક વિજ્ઞાન કેન્દ્ર,પાટણ દ્વારા નલ્ચર નેચર શિબિર યોજાઈ હતી.

શિબિરમાં ગુજકોસ્ટ સંચાલિત પાટણ જીલ્લાની સાયન્સ ક્લબોની 48 વિદ્યાર્થીનીઓ 2 શિક્ષકો, કો-ઓર્ડીનેટર અને સાયન્સ કોમ્યુનીકેટરો જોડાયા હતા. નલ્ચર નેચર શિબિરમાં તારંગા જૈન ટેમ્પલ અને તેની કુદરતી વન સંપતિ , જળ સંરક્ષણ નો સ્ત્રોત ધરોઈ ડેમ, પોળોના જંગલો, હરણાવ નદી, વણજ ડેમ , અરવલ્લીના પહાડો , વિરેશ્વર જેવું પ્રકૃતિ ધામ, અંદ્રોખા વન ઔષધીય ઉદ્યાન, શારણેશ્વર શિવ પંચાયતન મંદિરો, સદેવંત સાવળીન્ગાના પ્રણય સ્મારકો અને પોળોના જૈન મંદિરોની છાત્રોએ મુલાકાત લીધી.શિબિરમાં આદર્શ વિદ્યાલય,પાટણના શિક્ષક એવા વનસ્પતિ શાસ્ત્રના તજજ્ઞ દિવ્યેશભાઈ દવેએ વન ઔષધીયો અને તેના ઉપયોગ અંગે માહિતગાર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો