તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • આર્યવ્રત નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ ધ્વારા2000 જેટલા ચકલી ધરો અને પાણીની પરબડીઓનું વિના મૂલ્યે વિતર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આર્યવ્રત નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ ધ્વારા2000 જેટલા ચકલી ધરો અને પાણીની પરબડીઓનું વિના મૂલ્યે વિતરણ કરાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભારતમાતાનીઆઝાદી માટે પોતાના પ્રાણનું બલિદાન આપનાર હુતાત્માઓને વીરાંજલિ અર્પવા 23 મી માર્ચને શહિદ દિન તરીકે મનાવવામાં આવે છે ત્યારે 23 મી માર્ચ શહિદ દિનની ઉજવણીને અનુલક્ષી આર્યવ્રત નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ ધ્વારા પાટણનજીક આવેલી લોર્ડકિષ્ના સ્કુલ ખાતે દેશભકતિ ગીતો શહિદોને પુષ્પાજંલિ અને મૌન શ્રધ્ધાજંલિ શહિદોના પ્રેરણાત્મક કાર્યો શહિદવીરોના પરીવારજનોનું રોકડ અને સન્માન પત્ર ધ્વારા સન્માનિત કરી ઉપસ્થિત સર્વોને 2000 જેટલા ચકલી ધરો અને પાણીની પરબડીઓનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે.

શહિદદિનની ઉજવણી પ્રસંગે પાટણ જિલ્લાના સબોસણ ગામના વિર શહિદ પ્રજાપતિ વાલજીભાઇ મણીલાલ તેમજ બિલિયાગામના વિર શહિદ વાલ્મીકી લક્ષ્મણભાઇ ના પરીવારજનોને રૂ.51000 રોકડની સહાય આર્યવ્રત નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ ધ્વારા કરવામાં આવશે. તેવું ટ્રસ્ટના પ્રમુખ નિલેશ રાજગોરે જણાવ્યુ હતું. પ્રેસ મીટીંગ લોર્ડ કિષ્ના સ્કુલના ડાયરેકટર અમિતભાઇ પટેલ, દલપતસિંહ ગઢવી, દિલીપ રાજપૂત, વિરેશભાઇ વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો