તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પાટણમાં વિશ્વ ચકલી દિને 1000 ચકલી ધર અને કુંડાઓનું વિતરણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણમાં વિશ્વ ચકલી દિને 1000 ચકલી ધર અને કુંડાઓનું વિતરણ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આર્યવત નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ અને એનએસએસના કાયકર્તાઓની સેવાકિય પ્રવૃતિ સરાહનિય બની

વિશ્વમાંઅલીપ બનતી જતી ચકલીઓની જાતીને બચાવવા સમગ્ર વિશ્વ 20મી માર્ચને વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવી રહ્યો છે. ત્યારે પાટણ શહેરમાં પણ સોમવારના રોજ વિશ્વચકલી દિવસની આર્યવત નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ અને એનસીસી કાર્યકરો ધ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

વિશ્વચકલી દિવસની ઉજવણીને અનુલક્ષી શહેરના કર્મભૂમિ સોસાયટી સામે આવેલા યશ પ્લાઝા ખાતે આર્યવત નિર્માણ ચેરીટેબલ ટ્રષ્ટના પ્રમુખ નિલેશ રાજગોર અને એનએસએસ કાર્યકર્તાઓએ એક હજાર જેટલા ચકલી ધરો અને એક હજાર જેટલા પાણીના કુ઼ડાનું વિના મૂલ્યે વિતરણ કર્યૂ હતું. શહેરની પક્ષી પ્રેમી જનતાએ મોટી સંખ્યામાં હાજર રહી ચકલી ધર અને પાણીના કુંડા મેળવી સેવાના યજ્ઞમાં સહભાગી બન્યા હતા.

પ્રસંગે જલારામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી નારણભાઇ ઠકકર, વિરેશ વ્યાસ સહિતના સેવાભાવી વ્યક્તિઓ તેમજ એનએસએસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આર્યવત નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા પાચ વર્ષથી વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરી રહ્યા હોવાનું ટ્રસ્ટના પ્રમુખે જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો