તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • ધોરણ 10માં સાત અને 12માં બે પરીક્ષાર્થી કોપી કરતા પકડાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોરણ 10માં સાત અને 12માં બે પરીક્ષાર્થી કોપી કરતા પકડાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માધ્યમિકશિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષામાં સતત પાંચમાં દિવસે પણ પાટણ જિલ્લામાંથી નવ પરીક્ષાર્થીઅો કોપી કરતા પકડાયા હતા. જેમાં ધોરણ 10 ના ગણિતના પેપરમાં સાત પરીક્ષાર્થીઓ અને ધોરણ 12 અર્થશાસ્ત્રના પેપરમાં બે પરીક્ષાર્થીઓ કોપી કરતા પકડાયા હતા. જેમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ ટેબ્લેટ ના માધ્યમથી ઓનલાઇન નિરીક્ષણ કરતા હારીજ મોર્ડન સ્કુલમાં બે વિદ્યાર્થીઓની શંકાસ્પદ હિલચાલ જણાતા કેન્દ્ર સંચાલક પાસે તપાસ કરાવી બે વિદ્યાર્થીઓને કાપલીઓ સાથે પકડાયા હતા.

બોર્ડની પરીક્ષામાં ધોરણ 10માં ગણીતના પેપરમાં વિકલ્પો ટવીસ્ટ કરીને પૂછવામાં આવ્યા હોવાથી છાત્રો માટે પ્રશ્ન પત્ર ખાસ સરળ રહ્યુ હતું. બી વિભાગમાં પણ પ્રમય ,રચના અને દાખલા ,અટપટા પૂછવામાં આવ્યા હોવાથી પરીક્ષાર્થીઓ મૂઝાવણમાં મૂકાયા હતા. ધોરણ 10માં રાધનપુર કે.બી.વકીલ સ્કુલમાં બ્લોક નંબર 16 અને 14 માંથી બે પરીક્ષાર્થી પાટણના આનંદ પ્રકાશ સ્કુલમાં બ્લોનં 202 માંથી એક , શાંન્તી નિકેતન સ્કુલમાંથી બે અને હારીજ મોર્ડન સ્કુલમાંથી બે પરીક્ષાર્થીઓ મળીકુલ સાત જણા કાપલીઓ સાથે ખંડનિરીક્ષકના હાથે ઝડપાયા હતા. જયારે ધો-12 વિજ્ઞાન પ્રવાહ ગણિતના પ્રશ્નપત્ર માંપણ પરીક્ષાર્થીઓ મૂઝાવણમાં મૂકાયા હતા. જો કે પેપરમાં જિલ્લામાં એક પણ કોપી કેસ થયો હતો.

જયારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્રનું પ્રશ્નપત્ર પરીક્ષાર્થીઓ માટે બીલકુલ સરળ રહ્યુ હતું. પરંતુ પેપર લેન્ધી હોવાથી છાત્રોને સમય ઓછો પડયો હતો. પ્રશ્નપત્રમાં પણ પાટણની એમ.એન.હાઈસ્કુલમાંથી એક પરીક્ષાર્થીને ખંડ નિરીક્ષકે પુસ્તકમાંથી ફાડેલી કાપલી સાથે પકડી લીધો હતો. જયારે વારાહી સાર્વજનીક હાઇસ્કુલ માંથી તેજ શાળાનો એક છાત્ર કાપલી સાથે પકડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો