તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • મહેમદપુરના ભષ્ટ્રાચારી પિતા પુત્રની ધરપકડ કરો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેમદપુરના ભષ્ટ્રાચારી પિતા- પુત્રની ધરપકડ કરો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણનામેમદપુર ગ્રામજનોએ સોમવારની સાંજે જિલ્લા કલેકટરને અસામાજિક પ્રવૃત્તિ કરતા ભ્રષ્ટાચારી અને ગામની જાહેર સંસ્થાઓમાં નાણાંકિય ઉચાયતના જેમની ઉપર બે-બે પોલીસ કેસો નોંધાવાયા હોવા છતા આજદિન સુધી જેઓની ધરપકડ કરવામાં આવી નથી. તેવા ગામના માજી સરપંચ અને તાલુકા પંચાયત માજી પ્રમુખ તથા ગોપાલક સહકારી મંડળીના સસ્પેન્ડ કરાયેલા પ્રમુખ કાનજીભાઇ મોતીભાઇ દેસાઇ અને સસ્પેન્ડ કરાયેલા મંત્રી ગોવિંદભાઇ કાનજીભાઇ દેસાઇની તાત્કાલિક ધોરણે ધરપકડ કરી કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર આવ્યુ હતું.

મેમદપુર ગ્રામજનોઅે આવેદનપત્રમાં જણાવ્યુ હતું કે બે શખ્સો દેસાઇ કાનજીભાઇ અને તેમના પુત્ર દેસાઇ ગોવિંદભાઇ કે જેઓએ ગેરકાયદેસર મંડળી રચી ગામના આંતર અને ભયનું વાતાવરણ ઉભુ કરી ગામનાજ એક કુટુંબના આઠથી નવ ધરોને નિશાન બનાવી જાનલેવા હુમલો કરી અંદાજિત 70 થી 80 લાખનું નુકશાન કર્યુ હોવાની એક વર્ષ અગાઉ આપેલી પોલીસ ફરીયાદ કરેલી છે. તો મહેમદપુર ગામે ગોપાલક સેવા સહકારી મંડળીના સભાસદોની જાણ બહાર બેંકોમાંથી લાખો રૂપિયાની લોનો મેળવી ભષ્ટ્રાચાર આચરેલ છે જે બાબતની પણ તાલુકા પોલીસ મથેક હાઇકોર્ટ મારફત કરાયેલી ફરિયાદ દાખલ છે. બંન્ને પિતા-પુત્ર ધ્વારા ફરિયાદીઓને ફરિયાદ પાછી ખેચી લેવાની તેમજ ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહેનો તેવી ધમકીઓ આપી રહ્યા છે. ત્યારે ઉપરોકત બંન્ને પિતા- પુત્ર આગામી સરપંચની ચૂંટણી દરમ્યાન કોઇ અનિચ્છનિય ધટનાને અંજામ આપે તે પહેલા બંન્નેની ધરપકડ કરી ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવવા રજુઆત કરી છે.

મેમદપુર ગ્રામજનો ધ્વારા કલેકટરને અપાયેલ આવેદનપત્રના કાર્યક્રમમાં પટેલ દિનેશ, પરબતજી ઠાકોર, પટેલ બાબુભાઇ, પટેલ પિન્ટુ મોહનભાઇ, પટેલ રામજીભાઇ, ઠાકોર ઈશ્વરજી , ઠાકોર બળદેવજી સહિત પચાસ જેટલા ગ્રામના યુવાનો વડીલો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો