તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરા વસુલાતમાં નબળી કામગીરી છતાં તંત્ર મૌન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નાણકિયવર્ષ પૂર્ણ થવાના આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે પાટણ જિલ્લાની ગ્રામપંચાયતોએ ફેબ્રુઆરીના અંત સુધીમાં વેરાની 50 ટકા કરતા પણ ઓછી રકમની વસુલાત કરેલી છે. હજું રૂ.4.55 કરોડ જેટલી વેરાની વસુલાત કરવાની બાકી છે. ત્યારે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગામોમાં વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરીને 30 માર્ચ સુધીમાં 100 ટકા વેરાની વસુલાત કરવા માટે ટીડીઓને સુચના આપી છે. પરંતુ હજું તંત્રના પેટનું પાણી હાલનું નથી. ટીડીઓ દ્વારા વેરા વસુલાતની નબળી કામગીરી કરનારા કર્મચારી સામે કોઇ પગલા લેવામાં આવ્યા નથી. તંત્ર માત્ર મુકપ્રેક્ષ ની મુદ્દામાં છે.

પાટણ જિલ્લાની 464 ગ્રામ પંચાયતોએ અેપ્રીલથી ફ્રેબુઆરી સુધીમાં આખા વર્ષ દરમ્યાન રૂ.4.70 કરોડની નાં વેરાની વસુલાત કરી છે. સામે હજું કુલ રૂ.4.55 કરોડની વિવિધ વેરાઓની વસુલાત બાકી છે. જેમાં પાણી મકાન ગટર વિજળી સહિત પંચાયત વેરાની કુલ રૂ.3.39 કરોડની વસુલાત બાકી છે. જયારે સફાઇ વેરામાં રૂ.1.19 કરોડની વસુલાત કરવામાં આવી છે. સામે રૂ.1.30 કરોડની વસુલાત બાકી છે. જયારે વ્યવસાય વેરામાં રૂ.12.39 લાખ ની વસુલાત કરવામાં આવી છે. સામે રૂ.15.92 લાખની વસુલલાત બાકી છે. ત્યારે વેરા વસુલાતમાં તંત્રની નિષ્ફળતાના કારણે જિલ્લાની ગ્રામપંચાયતોને સહાયક અને પ્રોત્સાહ ગ્રાન્ટથી વંચિત રહેવું પડે તેવી સ્થિતી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો