• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ શહેરમાં સ્વચ્છતા અભિયાનના પ્રથમ દિવસે 60 ટન કચરો ઉલેચાયો

પાટણ શહેરમાં સ્વચ્છતા અભિયાનના પ્રથમ દિવસે 60 ટન કચરો ઉલેચાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ શહેરમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત 5થી 11 જૂન સુધી ચાલનારા સ્વચ્છતા સપ્તાહના પ્રથમ દિવસે શહેરના વિવિધ વિસ્તારમાંથી 60 ટન કચરો ઉલેચાયો હતો. 100 કિલો જેટલા પ્લાસ્ટીકના કપ દૂર કરાયા હતા.

જ્યારે 15 કિલો પોલીથીન બેગ લારી અને દુકાનો પરથી જપ્ત કરવામાં આવી હતી. સપ્તાહ દરમ્યાન શહેરના એન્ટ્રી પોઇન્ટ એવા સિદ્ધપુર ચાર રસ્તાથી ચાણસ્મા,ડીસા અને ઊંઝા તરફ જતા માર્ગોની સાફ સફાઇ કરવામાં આવશે. મંગળવારે પાટણ નગરપાલિકા સભાખંડમાં કર્મચારીઓ માટે વર્કશોપ કરાયો હતો. જેમાં પ્લાસ્ટીકનો ઉપયોગ અટકાવવા સારૂ કાર્યવાહી કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...