તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • મેત્રાણા પાસે બાઇક સ્લીપ મારી જતાં લવારા ગામના યુવકનું કરૂણ મોત

મેત્રાણા પાસે બાઇક સ્લીપ મારી જતાં લવારા ગામના યુવકનું કરૂણ મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુરતાલુકાના મેત્રાણા ગામ પાસે રોડ પર લવારા ગામના બે યુવકો બાઇક લઇને પસાર થઇ રહ્યા હતા ત્યારે બાઇક પલટી મારી જતાં અેક યુવકનું મોત થયું હતું જ્યારે તેના સાથીદારને ઇજાઓ થઇ હતી.

સિદ્ધપુર તાલુકાના લવારાના મનુજી કરશનજી ઠાકોર અને તેના ભાઇ મોટરસાયકલ જીજે 24 એન7236 લઇને મેત્રાણા પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે બાઇકના ચાલક મનુજીએ બેલેન્સ ગુમાવી દેતાં બાઇક સ્લીપ મારી ગયું હતું જેમાં તેને ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમ્યાન મોત થયું હતું જ્યારે તેના ભાઇને ઇજાઓ થઇ હતી. જે અંગે તેના ભાઇ અશોકજી ઠાકોરે કાકોશી પોલીસ મથકે જાણ કરતાં પીએસઆઇ પી.કે.પ્રજાપતીએ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...