તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કરન્યૂઝ | પાટણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કરન્યૂઝ | પાટણ

પાટણમાર્કેટયાર્ડમા શનિવારથી કપાસ જીરુ વરીયાળી અનાજ ગવાર તમામ કઠોળ મગફળી દિવેલા રાયડો સહીતની તમામ ખેતપેદાશોની લે વેચ શરુ થઇ જવા પામી હતી. જેમાં કપાસની 14600 મણ જથ્થો ઠલવાયો હતો. નોટબંધીના કારણે માર્કેટ બંધ રહયા પછી પહેલીવાર માર્કેટ ખુલતાં મોટી અાવક થતાં બજાર ખેડૂતો માટે ફાયદાકારક રહી છે.

માર્કેટયાર્ડ વેપારી એસોસીઅેશનના પ્રમુખ હર્ષદભાઇ પટેલે જણાવ્યા મુજબ જે ખેડૂતો ચેકથી વ્યવહાર કરવા ઇચ્છે છે તેઓ હાલે વેચાણ માટે આવી રહયા છે. પ્રથમ દિવસ હોવાથી આવક ઓછી છે પણ કપાસના ભાવમાં રુ.70 આસપાસ વધારો છે.શ્રમીકોના ખાતા બેન્કમાં ખોલાવી દેવાયા છે જેઓની મજુરી ચેકથી આપવામાં આવશે.ટ્રાન્સપોર્ટરોને પણ ચેકથી ચુકવણું કરાઇ રહયું છે.

અન્ય વેપારી હસમુખભાઇ પટેલે જણાવ્યા મુજબ મોટાભાગના ખેડુતો ચેક લેવાની ના પાડી રહયા છે.પણ કપાસ જેવો માલ સંગ્રહ કરાતો હોવાથી તેઓને વેચાણ કરવો પડી રહ્યો છે તેમના પૈસા જમા રાખવામાં આવે છે. મગફળીની પણ સારી આવક થઇ હતી.અન્ય સમાચારો પણ છે...