તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટબંધીએ પાટણના વેપારીઓની લગ્નસરા બગાડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ| હાલમાંલગ્ન સરા પુરજોશમાં ચાલી રહી છે પણ 500/1000 ની નોટોબંધ થતાં પાટણ શહેરમાં કાપડ,જ્વેલર્સ અને સાડી બજાર,વાસણભંડારની દુકાનોમાં છેલ્લા 15 દિવસથી ઘરાકી એકદમ ઘટી જતાં વેપારીઓને લગ્નની સીઝન ફેલ થઇ હોવાના મત વ્યકત થયા હતા. વેપારીઓના અંદાજ પ્રમાણે 60 થી 70 ટકા વેપાર ઘટી ગયો છે જેના લીધે કરોડો રૂપિયાનું નુકશાન પડી રહ્યું હોવાનું જણાવ્યું છે. તો જ્વેલરી બજારમાં લગ્નની સિઝનના કારણે ખરીદી પર કાપ મુકાયો હતો પણ ચેકથી ખરીદી થાય છે. તો કાપડની દુકાનોમાં બે મહિના સુધી ઘરાકી ખુલે તેવા અણસાર નથી તેમ જાણવા મળ્યું હતુ઼

ચાર દિવસથી પૈસા ફરતા થયા જણાય છે

^અન્ય વાસણ ભંડારના વેપારી ગૌરાંગભાઇ પટેલે જણાવ્યા મુજબ નોટબંધી બાદ છેલ્લા ચાર દિવસથી બજારમાં પૈસા થોડા ઘણા ફરતા થયા હોય તેવું લાગે છે.શહેરના વાસણના વેપારીઓને 10 લાખ જેટલું નુકશાન વેઠવું પડશે.

વાસણ બજારમાં 60 ટકા ધંધો બેસી ગયો

^મુખ્યબજારમાં આવેલ વાસણ ભંડારના માલીક દીનેશભાઇ પટેલે જણાવ્યા મુજબ વાસણ બજારમાં 60 ટકા ધંધો ઘટી ગયો છે.બેન્કો પૈસા આપતી નથી અને લોકો ખરીદી શકતા નથી. 20 જેટલા વાસણ ભંડારો છે ચાલુ દિવસે રોજનો 10 થી 15 હજારનો વેપાર થતો હોય છે પણ નોટબંધી બાદ 2000થી 2500 માંડ વકરો થાય છે.

કાપડની 175 દુકાનો ,1.5 કરોડ જેટલું નુકશાન

^કાપડના વેપારી હરેશભાઇ મિસ્ત્રીએ જણાવ્યા મુજબ હાલે સીઝન જેવું કંઇ લાગતુ઼ નથી.75 ટકા વેપાર કપાઇ ગયો છે.જેના લીધે આખી સિઝન નકામી થઇગઇછે.હજુ બે મહિના સુધી ઘરાકી ખુલે તેવા અણસાર નથી.શહેરમાં કાપડની 175 જેટલી દુકાનો છે જેમાં સરેરાશ 1.5 કરોડથી વધારે નુકશાન થયું હશે.રેડીમેડમાં પણ તેટલોજ ફટકો જણાય છે.

ચેકથી પણ ખરીદી તો ચાલી છે

^ઘરેણાં બજારમાં પાટણના ઝવેરી બજારના વેપારી ભાર્ગવ ચોકસીએ જણાવ્યું કે નોટબંધીથી 30 ટકા ખરીદી ઘટી છે. લગ્નોની જરૂરી ખરીદી ચેકથી થઇ છે. ઉધાર ઓછું થાય છે.લોકોની ખરીદી પર કાપ મૂકાયો છે. સરેરાશ ફટકો તો છે જ. ખાતા નહોય તેવા ઓછા લોકો આવ્યા છે.

દિવાળી પછી ચાર દિવસ સારા ગયા

^પાટણનીપીંપળાની શેરમાં સાડી અને શુટીંગ શર્ટીંગના વેપારી લલીતભાઇ શાહે જણાવ્યું હતુંકે દિવાળી પછી માત્ર 3 કે 4 દિવસ ધ઼ધો વ્યવસ્થિત ચાલ્યો હતો.ત્યારબાદ નોટબંધીના કારણે ધંધામા નરમી આવી ગઇ છે.અનેક લોકોએ ચેક અને સ્વાઇપ મશીનથી ખરીદી કરી છે.એકંદરે સ્ત્રીઓ કરતાં પુરૂષોનાકપડાંની માંગ ઘટી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...