તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • નોટબંધીની અસર વિહિપના હિત ચિંતક અભિયાન પર પણ પડી

નોટબંધીની અસર વિહિપના હિત ચિંતક અભિયાન પર પણ પડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશ્વહિન્દુ પરિષદ દ્વારા પાટણ જીલ્લામાં હિતચિંતક અભિયાન હાથ ધરવામાં અાવ્યું છે જેમાં જિલ્લામાં મહત્તમ સભ્યો નોંધણી કરવાની ઝૂંબેશ ચાલી રહી છે જોકે નોટબંધીની અસર અહીં પણ પડી છે હવે અભિયાનની મુદ્દત લંબાવવામાં આવી છે. જિલ્લામાં હારીજમાં એક દિવસે 250 સભ્યોની નોંધણી કરવામાં આવી હતી.પાટણ શહેરમાં 380 સભ્યોની નોંધ કરાઇ છે અને કામગીરી ચાલી રહી છે.

અભિયાનમાં ઉતર ગુજરાત પ્રાંત સહમંત્રી કિર્તીભાઇ મહેતા,જિલ્લા વિહિપ પ્રમુખ નિતીનભાઇ વ્યાસ,જિલ્લા ઇન્ડીયન હેલ્પલાઇન સંયોજક આશિષભાઇ મોદી,હારીજ શહેર પ્રમુખ રજનીકાન્ત ઠાકરઅને પાટણના મનુભાઇ પટણી વગરેએ એક દિવસીય અભિયાન હાથ ધર્યું હતું. પ્રાંત સહમંત્રી કિર્તીભાઇ મહેતાએ જણાવ્યું કે 13 થી 27 નવેમ્બર સુધી અભિયાન હાથ ધરાયું હતું પણ નોટબંધીના લીધે જનસમુદાય મુશ્કેલીમાં મૂકાયો હતો અને છૂટા પૈસાની ખેંચ શરૂ થતાં હવે અભિયાન આગામી 10 ડીસેમ્બર સુધી ચાલુ રહેશે.ઉત્તર ગુજરાતમાં 11 લાખ સભ્યો નોંધવાનો અને પાટણ જિલ્લામાં સવા લાખ સભ્યોની નોંધણી કરવાનો લક્ષાંક છે.સભ્ય નોંધણી માટે મીસકોલ કરતાં પરીષદના આંતરરાષ્ટ્રીય પ્રમુખ ડો. પ્રવિણ તોગડીયાનો સભ્ય નોંધણીનો મેસેજ પણ તરત આપી દેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...