• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • ડીએસપી કચેરીના કેમ્પસમાં કમાન્ડ કન્ટ્રોલરૂમનું નિર્માણ કાર્ય હાથ ધરાયું

ડીએસપી કચેરીના કેમ્પસમાં કમાન્ડ કન્ટ્રોલરૂમનું નિર્માણ કાર્ય હાથ ધરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ જિલ્લા પોલીસ વડાની કચેરી કેમ્પસમાં પોલીસ આવાસ નિગમની રૂ.58 લાખની ગ્રાન્ટમાંથી અધનત કમાન્ડ કન્ટ્રોલ રૂમનું નિર્માણ કાર્ય મહેસાણાની એજન્સી દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

આ કંટ્રોલરૂમ પરથી જિલ્લાના તમામ પોલીસ મથકો ઉપરના સીસીટીવી કેમેરાની ગતિવિધિ જોઇ શકાશે અને તમામ પોલીસ મથકના સીસી ફુટેજોનો ડેટા પણ સ્ટોર કરી શકાય તેવી અધતન સુવિધાઓ ઉપલબ્ધ બનનાર હોવાનું કન્સ્ટ્રકશન કંપનીના સુપરવાઇઝર ગિરીશભાઈ તેમજ ગવર્મેન્ટ એપ્રુવ એન્જિનિયર દર્શક પટેલે જણાવ્યુ હતું. કન્ટ્રોલ રૂમનું નિર્માણ કાર્ય પાંચ માસમાં પૂર્ણ કરાશે તેવું તેઓએ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...