• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • ગરીબ પરિવારની કોમાગ્રસ્ત કિશોરીની સારવાર અર્થે એક્ટિવ ગૃપ મદદે આવ્યુ

ગરીબ પરિવારની કોમાગ્રસ્ત કિશોરીની સારવાર અર્થે એક્ટિવ ગૃપ મદદે આવ્યુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ શહેરની જનતા હોસ્પિટલના સામે આવેલી આઇસીયુ વિભાગમાં સારવાર લઇ રહેલી બનાસકાંઠાના લાખણી ગામની 11 વર્ષીય કિશોરીના પરિવારની હાલત ખુબજ ગરીબ હોઇ પૈસાના કારણે સારવાર અશકય હોઇ આ વાત શહેરની સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા એક્ટિવ ગૃપનાં ધ્યાને આવતા તેઓએ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી જઇ ગરીબ પરિવારને આર્થિક મદદરૂપ બની તબીબને કિશોરીની સારવાર ચાલુ રાખવા ભલામણ કરી માનવતાની મહેક પ્રસરાવી હતી.

બનાસકાંઠાના લાખણી ગામે રહેતા મીર પરિવારની 11 વર્ષીય કિશોરી રેશમા તાજેતરમાં અગમ્ય કારણોસર કોમામાં સરી પડતા પરિવારજનો તેને સારવાર અર્થે શહેરની જનતા હોસ્પિટલ સામેના આઇસીયુમાં લાવતાં તબીબ દ્વારા સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ મીર પરિવાર પાસે પૈસાની વ્યવસ્થા ન થતાં ચિંતામાં મૂકાયો હતો. પણ શહેરની એક્ટિવ ગૃપ સંસ્થાના દિલીપભાઇ પટેલે તાત્કાલિક હોસ્પિટલ ખાતે આવી જરૂરી આર્થિક મદદ કરી હતી. તેઓએ શહેરની અન્ય સંસ્થાઓને પણ મદદરૂપ બનવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...