• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • સરદાર બાગમાં બુટલેગરના ઘરમાં તોડફોડ મામલે ટોળા સામે ફરિયાદ

સરદાર બાગમાં બુટલેગરના ઘરમાં તોડફોડ મામલે ટોળા સામે ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ શહેરના જળચોક સરદાર બાગ સામે દારૂ વેચતા પ્રજાપતિ શખસના મકાનમાં મંગળવારે રાત્રે જનતા રેડ દરમ્યાન થયેલી તોડફોડ અંગે એ ડીવીઝન પોલીસ મથકે 200 થી 250 માણસોના ટોળા સામે ફરીયાદ દાખલ કરાતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.બીજી તરફ પોલીસે ચાર પાંચ સ્થળે રેડ કરાયાનું જણાવ્યું હતું.

મંગળવારે રાત્રે સરદાર બાગ સામે રહેતા મનસુખભાઇ પ્રજાપતિના મકાનમાં દારૂ વેચતા હોવાના અાક્ષેપ સાથે વિસ્તારની મહિલાઓ સહિતના 200 થી 250 માણસોના ટોળાએ જનતા રેડ કરી મકાનના ફર્નિચર, ગાદલાં, એસી, ફિઝ, એલઇડી, ટીવી સહિત મકાનની સામે મુકવામાં આવેલ કેબીનને તોડફોડ કરી હતી. જેમાં મનસુખભાઇ પ્રજાપતિની ફરીયાદ આધારે પીએસઆઇ એસ.આર.ચૌધરીની રૂબરૂમાં ગુન્હો દાખલ કરી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

જો કે, પીઆઇ જે.બી.અાસોડીયાઅે જણાવ્યું કે જનતાની રફરિયાદ અને ધારાસભ્યની સૂચના આધારે ગઇ રાત્રે જ બે સ્થળે અને બુધવારે પણ ત્રણેક સ્થળે રેડ કરી હતી પણ કંઇ હાથ લાગ્યું નથી.હવે પણ સખતાઈ દાખવાશે.

દારૂડિયા શખસો દારૂ પી બિભત્સ વર્તન કરે છે
છેલ્લા ત્રણ માસથી આ મકાનમાં દારૂ વેચાતો હોઇ દારૂડિયા શખસો દારૂ પી બિભત્સ વર્તન કરતા હોય છે. અગાઉ અાવારા શખસોઅે વેપારી પિતા પુત્ર ઉપર હુમલો કરી ઇજાઓ પહોંચાડયાની પોલીસમાં ફરિયાદ નોંધાયા છતાં તેમાં નક્કર કાર્યવાહી થઇ નથી તેવું આ વિસ્તારના રહીશ બાબુભાઇ પટેલે જણાવ્યુ હતું.

આંગણવાડીમાં બોટલો ફોડતાં કાચ બાળકીઓને વાગ્યા
ધારાસભ્ય ડો.કિરીટ પટેલ સમક્ષ મહિલાઓએ રજૂઆત કરી હતી કે આંગણવાડીના મકાનમાં રાત્રે દારૂની મહેફિલ કરી બોટલો ફોડતા મંગળવારે બે બાળકીઓને કાચ પગમાં વાગતાં ઇજાઓ થઇ હતી. જે અંગે મકાન માલિકને ઠપકો અાપતા પોલીસને હપ્તા ચુકવતા હોઇ મારૂ કંઇ નહિ બગાડી શકે તેવો જવાબ આપતા ટોળાએ તોડફોડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...