• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • સ્કુલમાંથી ગુલ્લી મારી ભાભરથી રાણકીવાવ નિહાળવા આવેલા બે કિશોરોને પોલીસે પકડ્યા

સ્કુલમાંથી ગુલ્લી મારી ભાભરથી રાણકીવાવ નિહાળવા આવેલા બે કિશોરોને પોલીસે પકડ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસ પેટ્રોલિંગ દરમ્યાન શહેરના રાણકીવાવ નજીકથી શંકાસ્પદ હાલતમાં જણાતા બે કિશોરને પોલીસે મંગળવારે ઝડપી લઇ પોલીસ મથકે લાવી પૂછપરછ કરતા બન્ને કિશોરો ભાભરના હોવાનું તેમજ ઘરના સભ્યોને કહ્યા વગર સ્કુલમાંથી બારોબાર રાણકીવાવ જોવા આવ્યા હોવાનું જણાવતા પોલીસે પરિવારજનોને ટેલિફોન દ્વારા જાણ કરી પોલીસ મથકે બોલાવી જરૂરી નિવેદન લઇ કિશોરોને સુપ્રત કર્યા હતા.

ભાભર તાલુકાના દેવકાપડી ગામે રહેતા ભરતભાઇ પીરાભાઇ કાપડીએ પોતાના 14 વર્ષીય પુત્ર કરણને અભ્યાસ અર્થે ભાભરની રાધે ઇન્ટરનેશનલ સ્કૂલમાં એડમીશન અપાવી હોસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા કરાવી હતી. પરંતુ કરણને હોસ્ટેલમાં રહેવું ગમતું ન હોય મંગળવારની સવારે સ્કૂલમાંથી પોતાના મિત્ર જગદીશ ધનાભાઇ ચૌધરીને સાથે લઇ ભાભરથી એસટી બસમાં દિયોદર અને ત્યાંથી પાટણ ખાતે આવ્યા હતા. અને રિક્ષા કરીને રાણકીવાવને જોવા ગયા હતા ત્યારે સાંજના સુમારે એ ડિવિઝન પીઆઇ જે બી આસોડિયા અને નાયબ પોલીસ અધિક્ષક જે ટી સોનારા સહિતના પોલીસ સ્ટાફના માણસો દ્વારા રાણકીવાવ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન બન્ને કિશોરોને શંકાસ્પદ હાલતમાં પકડી પોલીસ મથકે લાવી પૂછપરછ હાથ ધરતા બન્ને કિશોરોએ સઘળી હકીકત જણાવી હતી.

અન્ય સમાચારો પણ છે...