તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • વરસાદે ખમૈયા કરતાં ગરમીનો પારો 2 ડીગ્રી ઉંચકાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરસાદે ખમૈયા કરતાં ગરમીનો પારો 2 ડીગ્રી ઉંચકાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણશહેર જિલ્લામાં ચોમાસાના વરસાદી માહોલ બાદ છેલ્લા બે દિવસથી વાતાવરણ ખુલ્લુ થયું છે અને આકાશ ફરીથી અગન વરસાવી રહ્યું છે. તાજેતરમાં ત્રણ દિવસ અગાઉ એકદમ શીતળ માહોલ હતો જ્યારે બે દિવસથી તાપમાનમાં વધારો થયો છે જેમાં તાપમાન 30 ડીગ્રીથી વધીને 32.22 ડીગ્રી થઇ જતાં શનિવારે ગરમીનો અહેસાસ થયો હતો.

છેલ્લા બે દિવસથી વરસાદ બંધ થયો છે સાથે ગરમી અને ઉકળાટ વધ્યો છે. તાપમાન બે ડીગ્રી ઉંચકાયું છે જેના લીધે શનિવારે ગરમીનો અનુભવ થયો હતો અને લોકોને અકળામણની અનૂભૂતિ થઇ હતી. પાટણ શહેર તેમજ જિલ્લાના સિધ્ધપુર, ચાણસ્મા,હારીજ,સમી,સાંતલપુર રાધનપુર વિસ્તારોમાં વાતાવરણ બફારા અને ગરમી વાળુ રહયું હતું તેમ સૂત્રોએ જણાવ્યું હતું. શહેર તેમજ જિલ્લામાં બદલાતા હવામાનપર દ્રષ્ટીપાત કરીએ તો ગયા ગુરૂવારે તાપમાન 30 ડીગ્રી હતું. જે શુક્રવારે 31.66 ડીગ્રી થયું હતું અને શનિવારે 32.77 ડીગ્રી પર પહોંચ્યું હતું.આગામી બે દિવસ સુધી વાદળછાયો માહોલ વચ્ચે તાપમાન 33 ડીગ્રી થવાના અને આગામી બે દિવસમાં વરસાદમાં માત્ર હળવાં છાંટણાજ થવાની શકયતા છે તેવા વેધર વર્તારા મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો