Home » Uttar Gujarat » Latest News » Patan » Patan - બાલિસણામાં ગણેશ મંદિરમાંથી શ્રીજીની મૂર્તિ ચોરાતાં ચકચાર

બાલિસણામાં ગણેશ મંદિરમાંથી શ્રીજીની મૂર્તિ ચોરાતાં ચકચાર

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 03:05 AM

સંડેર રોડ પરની ઘટના, ભક્તોની લાગણીને ઠેસ

  • Patan - બાલિસણામાં ગણેશ મંદિરમાંથી શ્રીજીની મૂર્તિ ચોરાતાં ચકચાર
    હાલમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે બાલીસણા ગામે સંડેર રોડ પર આવેલા ગણેશ મંદિરમાંથી કોઇ તસ્કરો ભગવાન ગણેશજીની આરસની રૂપિયા 10 હજારની મૂર્તિની ચોરી કરી જતાં ગણેશ ભકતોમાં આક્રોશ છવાયો છે અને આ બાબતે બાલીસણા પોલીસ મથક ફરિયાદ આપતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

    બાલીસણા ગામે સંડેર રોડ પર તળાવના કાંઠે આવેલા ગણપતિ મંદિરમાંથી કોઈ તસ્કરો આરસના પથ્થરની દોઢ ફૂટની ગણેશજીની મૂર્તિની શુક્રવારે રાત્રે ચોરી કરી ગયા હતા. આ બાબતની શનિવારે દર્શન કરવા માટે ગયેલા ભાનુબેન પટેલને જાણ થતાં તેમણે તેમના પતિ રણછોડભાઈ પટેલને જાણ કરતા તેમણે તાત્કાલિક અરવિંદભાઈ શંકરભાઈ પટેલને જાણ કરતાં તેમના બે મિત્રો સાથે તાત્કાલિક મંદિરમાં પહોંચ્યા હતા ત્યારે મંદિરના ગર્ભગૃહમાં ગણેશજીની સ્થાપિત કરાયેલી મૂર્તિ જણાઈ ન હતી. જેથી તેમણે આસપાસમાં તપાસ કરી હતી પરંતુ કોઈ જગ્યાએ મૂર્તિ મળી ન હતી. જેથી તેમણે આ અંગે બાલીસણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

    ગામના અગ્રણી અરવિંદભાઈ પટેલ જણાવ્યું કે ચોરાયેલી મૂર્તી પરત આવી જશે તેવી અમને શ્રદ્ધા છે. છતાં સોમવારે અમદાવાદથી ગણેશજીની નવી મૂર્તી લાવી સ્થાપના કરાશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ