પાટણ | દૂધસાગર ડેરી દ્વારા વર્ષ 2017 18માં ભાવ ફેર ચૂકવવામાં થયેલ ગેરરીતિના મુદ્દે દૂધ ઉત્પાદક હિત રક્ષક સમિતિ દ્વારા શનિવારે પાટણ કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટરને રજૂઆત કરે ઉત્પાદકો સાથે છેતરપિંડી થઈ હોવાનો આક્ષેપ કરાયો હતો. જ્યારે ઘણી મંડળીઓને હજુ સુધી ભાવ વધારો આપ્યો નથી રોકી રાખવામાં આવ્યો હોવાની રજૂઆત કરાઈ છે.યોગ્ય નિર્ણય નહી લેવાય તો આંદોલનની ચીમકી આપી હતી.
દૂધ ઉત્પાદક હિતરક્ષક સમિતિ દ્વારા પાટણ કલેકટરને આવેદન
પાટણ નજીક આવેલા મેલડી માતા મંદિર પરિસરમાં શનિવારે પાટણ-સરસ્વતી તાલુકાની દૂધ ઉત્પાદક હિત રક્ષક સમિતિની બેઠક મળી હતી. જેમાં આ વિસ્તારના પશુપાલકો સરપંચો સહકારી આગેવાનો ડેલીગેટો સહિતના આગેવાનો ઉપસ્થિત રહી દૂધ ઉત્પાદકોને દૂધનું ઊંચું વળતર મળે તે દિશામાં ચર્ચા વિચારણા કરાઇ હતી. બાદમાં હિત રક્ષક સમિતિના આગેવાનોએ પાટણ કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર બીજી પ્રજાપતિને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.
આવેદનમાં જણાવ્યું કે ડેરીના સત્તાધીશોએ ચાલુ વર્ષે 2018-19ના વર્ષમાંથી રૂપિયા 100 કરોડનો હવાલો પાડી કુલ રૂપિયા 120 કરોડ નફા( ભાવ વધારા) તરીકે ચૂકવ્યા છે. એટલે કે વર્ષ 2018 એપ્રિલથી જુલાઇ ચાર માસનો ભાવ વધારો 2017-18માં ગ્રાહકોને ચૂકવી દૂધ ઉત્પાદકો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ કરાયો છે.
વધુમાં 26 ઓગસ્ટ 2018ની દૂધ સંઘની વાર્ષિક સભામાં 31 માર્ચ 2018 સુધી હિસાબો મંજૂર થયેલ છે તેમ છતાં વર્ષ 2018ના એપ્રિલથી જુલાઈ માસ સુધીનો ભાવ વધારો અગાઉના વર્ષ વ 2017- 18મા ગ્રાહકોને ચૂકવી દૂધ ઉત્પાદકો સાથે છેતરપિંડી કરી છે અને ઘણી મંડળીઓને હજુ સુધી ભાવ વધારો આપ્યો નથી રોકી રાખ્યો છે.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો