• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Patan
  • Patan - પાટણના સરસ્વતી ડેમમાં પાણી નથી, આ રીતે મૂકી દેવાઇ ગણપતિ બાપ્પાની મૂર્તિઓ, માટીની હોત તો ઘરે પણ વિસર્જીત કરી શકાત

પાટણના સરસ્વતી ડેમમાં પાણી નથી, આ રીતે મૂકી દેવાઇ ગણપતિ બાપ્પાની મૂર્તિઓ, માટીની હોત તો ઘરે પણ વિસર્જીત કરી શકાત

આ તસવીર પાટણના સરસ્વતી ડેમની છે. ચાલુ વર્ષે ચોમાસામાં પાટણ જિલ્લામાં માત્ર 30.59 ટકા વરસાદ થયો છે. એટલે કે 69.41 ટકા...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:05 AM
Patan - પાટણના સરસ્વતી ડેમમાં પાણી નથી, આ રીતે મૂકી દેવાઇ ગણપતિ બાપ્પાની મૂર્તિઓ, માટીની હોત તો ઘરે પણ વિસર્જીત કરી શકાત
આ તસવીર પાટણના સરસ્વતી ડેમની છે. ચાલુ વર્ષે ચોમાસામાં પાટણ જિલ્લામાં માત્ર 30.59 ટકા વરસાદ થયો છે. એટલે કે 69.41 ટકા વરસાદની ઘટ છે. જેને લઇ નદી-નાળાં તળાવં પાણી વિના સુકાં છે. પાટણ નગરપાલિકા દ્વારા પણ મૂર્તિ વિસર્જન માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પહેલેથી વિચારી જ નહીં. પરિણામે ગણેશ બાપ્પાના ભક્તો મૂર્તિ વિસર્જન ક્યાં કરવું તેને લઈ મૂંઝવણમાં છે. ત્રણ દિવસથી ગણેશ વિસર્જન ચાલે છે. કેટલાય ભક્તો સરસ્વતી ડેમમાં પાણી ન હોવાથી કચવાતા મને દૂષિત પાણીથી ભરેલા ખાબોચિયામાં શ્રીજીની મૂર્તિ મૂકીને વિસર્જનનો સંતોષ માની રહ્યા છે. આ મૂર્તિઓ પીઓપીની છે. જો માટીની મૂર્તિઓ હોત તો ઘરમાં કે સોસાયટીમાં પણ વિસર્જિત કરી શકાઇ હોત. તસવીર - હિરેન વ્યાસ

X
Patan - પાટણના સરસ્વતી ડેમમાં પાણી નથી, આ રીતે મૂકી દેવાઇ ગણપતિ બાપ્પાની મૂર્તિઓ, માટીની હોત તો ઘરે પણ વિસર્જીત કરી શકાત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App