તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ બનાસકાંઠા જિલ્લાના છાત્રો સ્કોલરશીપ વંચિત

પાટણ-બનાસકાંઠા જિલ્લાના છાત્રો સ્કોલરશીપ વંચિત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં લધુમતી વિદ્યાર્થીઓને પ્રિ મેટ્રીક અને પોસ્ટ મેટ્રીક શિષ્યવૃતિ અંગેનો પ્રશ્ન વિધાનસભામાં સિધ્ધપુરના ધારાસભ્ય બળવંતસીંહ રાજપૂતે ઉઠાવ્યો હતો. પાટણ જિલ્લામાં પ્રિ મેટ્રીક સ્કોલરશીપ માટે કુલ-36281 અરજીમાંથી માત્ર 12360 અરજીઓ મંજૂર કરવામાં આવી હતી. 4972 અરજીઓ નામંજૂર કરવામાં આવી હતી. 32 ટકા અરજીઓ પડતર હોવાનો જવાબ મળ્યો હતો.ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પ્રિ મેટ્રીક સ્કોલરશીપ માટે છેલ્લાં બે વર્ષમાં મળેલ કુલ-44818 અરજીઓમાંથી 46.28 ટકા અરજીઓ મંજૂર , 15.32 ટકા એટલે કે 6868 અરજીઓ નામંજૂર કરવામાં આવી છે જેને લઈ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.આથી અંગે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરાઈ છે.

ઉપરાંત છાત્રો દ્વારા કરાયેલી 40 ટકા જેટલી અરજીઓઓનો કોઇ અત્તો કે પત્તો નથી. એવી રીતે પાટણના 135 અને બનાસકાંઠાના 107 લઘુમતીઓના વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રીક શિષ્યવૃતી નામંજૂર કરવામાં આવી હતી જે સત્વરે મંજુર કરવી જોઇએ તેવી માંગ સિધ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે કરી હતી.શિષ્યવૃતિ મળતાં છાત્રો હાલાકીમાં મુકાયા છે.

અન્ય સમાચારો પણ છે...