તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણના જગદિશ મંદિરથી હિંગળચાચર અને વેરાઇ મંદિરથી ભેંસાતવાડા સુધીનો મંજુર થયેલ માર્ગ સત્વરે બન

પાટણના જગદિશ મંદિરથી હિંગળચાચર અને વેરાઇ મંદિરથી ભેંસાતવાડા સુધીનો મંજુર થયેલ માર્ગ સત્વરે બનાવવા માંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | ભગવાનજગન્નાથજીની 135 મી રથયાત્રાને અનુલક્ષી રથયાત્રા સમિતી ધ્વારા રથયાત્રાના મુખ્યમાર્ગો ઉપર પાલિકાતંત્ર ધ્વારા ચાલતા કામો ઝડપી પૂર્ણ કરવાની સાથે જગદીશ મંદિરથી હિંગળાચાચર સુધીના માર્ગોનું ડામરકામ તાત્કાલિક શરૂ કરવા પાલિકાના પક્ષના નેતા મહેન્દ્ર પટેલ સમક્ષ મૌખિક રજુઆત કરાઇ છે.

બાબતે રથયાત્રા સમિતીના પ્રમુખ સચિન દેસાઇએ જણાવ્યુ હતું કે આગામી 25 મી જુનના રોજ નિકળનારી ભગવાન જગન્નાથજીની 135મી રથયાત્રાને અનુલક્ષી રથયાત્રાના માર્ગોનું સમારકામ અને સફાઇકામ સાથે પાલિકાતંત્ર ધ્વારા ચાલતા કામો ઝડપી પૂર્ણ કરવાની સાથે જગદીશ મંદિરથી હિંગળાચાચર અને વેરાઇમાતા મંદિરથી ભેંસાતવાડા સુધી મંજુર થયેલા રોડનું કામ તાત્કાલીક શરૂ કરવા પાલિકાના સત્તાધિશો સમક્ષ રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...