તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • ગાંધીબાગથી ત્રણ દરવાજા સુધીના માર્ગની બંન્ને સાઇડે ખોદકામ અર્થે જેસીબી મશીનની મદદથી થયેલી નુક

ગાંધીબાગથી ત્રણ દરવાજા સુધીના માર્ગની બંન્ને સાઇડે ખોદકામ અર્થે જેસીબી મશીનની મદદથી થયેલી નુકશાનીને લઇ પાલિકાનો આદેશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીબાગથીત્રણ દરવાજા સુધીના માર્ગોની બંન્ને સાઇડે ચાલી રહેલી નવીન પાઇપ ફિટીંગની કામગીરી દરમ્યાન કોન્ટ્રાકટર ધ્વારા નુકશાન કરાયેલી પાણીની લીકેજ લાઇનો તેમજ કેબલના રીપેરીંગ નો તમામ ખર્ચ કોન્ટ્રાકટર પાસેથી વસુલવામાં આવશે તેવું પાલિકાના સૂત્રોએ જણાવ્યુ હતું.

પાટણ નગર પાલિકા ધ્વારા યુડીપીની ગ્રાન્ટમાંથી ગાંધીબાગથી ત્રણ દરવાજા સુધીના માર્ગોની બંન્ને સાઇડે નવીન પાણીની લાઇન નાખવાની કામગીરી કોન્ટ્રાકટરને આપવામાં આવી છે ત્યારે કોન્ટ્રાકટર ધ્વારા ઉપરોકત કામગીરી જેસીબી મશીનની મદદથી હાથ ધરાતા રોડની નીચેની પાણીની પાઇપ તેમજ કેબલો તુટવાની ઘટનાઓ બનવા પામી હતી. ત્યારે ઉપરોકત નુકશાનીનો ખર્ચ કોન્ટ્રાકટર પાસેથી વસુલવામાં આવશે તેવું પાલિકાના સૂત્રોએ જણાવ્યુ હતું .

જો કે કામનું ટેન્ડર મેળવનાર કોન્ટ્રાકટરને ટેન્ડરમાં ઉપરોકત નિયમો લાગુ પડતા હોય કામગીરી દરમ્યાન તમામ જવાબદારી કોન્ટ્રાકટરની બનતી હોવાનું પાલિકાના સૂત્રોએ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...