તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • યુનિવર્સિટીકેમ્પસમાં વિદ્યાર્થીઓને ધ્યાને રાખી કાર્યરત કરવામાં આવેલી એસબીઆઇ શાખાના

યુનિવર્સિટીકેમ્પસમાં વિદ્યાર્થીઓને ધ્યાને રાખી કાર્યરત કરવામાં આવેલી એસબીઆઇ શાખાના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુનિવર્સિટીકેમ્પસમાં વિદ્યાર્થીઓને ધ્યાને રાખી કાર્યરત કરવામાં આવેલી એસબીઆઇ શાખાના મેનેજર ધ્વારા એસસી, એસટી ના વિદ્યાર્થીઓની સ્કોલરશીપના ચેક જમા લેવાની ના પાડતા હોબાળો મચી જવા પામ્યો હતો જો કે આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ અને એબીવીપીના કાર્યકર્તાઓને બેંકની વડી કચેરીને ફરીયાદ કરવી પડી હતી જોકે તે બેંક ધ્વારા બુધવારે ચેક જમા લેવાતા મામલો શાંત પડ્યો હતો.

યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓને ધ્યાને રાખી એસબીઆઇ બેંક કાર્યરત કરવામાં આવી છે. બેંક ધ્વારા કોલેજના વિદ્યાર્થીઓના ખાતા ખોલવામાં આવ્યા છે. પરંતુ કોલેજમાં અભ્યાસ કરતા એસસી, એસટી ના વિદ્યાર્થીઓને મળતી સ્કોલરશીપના ચેક જમા લેવાની બાબતે બેંકના મેનેજરે વિદ્યાર્થીઓને ના પાડી દેતા વિદ્યાર્થીઓએ કોલેજમાં રજુઆત કરતા મંગળવારના રોજ એબીવીપીના કાર્યકર્તાઓ સાથે જઇ બેંક મેનેજરને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ બેંક મેનેજરના વર્તન જવાબ બરાબર હોઇ એસબીઆઇના પાલનપુર ખાતેના રીઝીયોનલ મેનેજરને ફરીયાદ કરવી પડી હતી. બાબતે ટેલીફોનીક વાતચીત કરી વિદ્યાર્થીઓની મુશ્કેલી દુર કરવા જણાવતા તેઓએ બેંકના મેનજર ને પાલનપુર ખાતે બોલાવી બેંકના અન્ય અધિકારીને વિદ્યાર્થી સ્કોલરશીપના ચેક જમા લેવા સુચના આપતાં બુધવારે બેંક ધ્વારા સ્કોલરશીપના ચેક જમા લેવામાં આવતા મામલો શાંત પડ્યો હતો.જોકે અધિકારીની મનમાનીને લીધે પરેશાન બનેલા વિદ્યાર્થીઓએ બેંકના મેનેજર બદલવાની માંગ કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

પાટણ આર્ટસ કોલેજના પ્રિન્સીપાલ ડો.લલીત પટેલ જણાવ્યુ હતુ કે યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓને ધ્યાને રાખી કાર્યરત બનાવેલી એસબીઆઇ બેંકની શાખાના મેનેજરે આવું વર્તન કરવું જોઇએ. તેઓ ચેક લેવાનો ઇન્કાર કરી શકે.

એસસી એસટીના વિદ્યાર્થીઓ સ્કોલરશીપના ચેક જમા કરાવવા જતાં ધરાર ઇન્કાર કરી દીધો

અન્ય સમાચારો પણ છે...