પી કે કોટાવાલા આર્ટસ કોલેજમાં માર્ગદર્શન સેમિનાર

પાટણ : પાટણ શહેરની પી.કે કોટાવાલા આર્ટસ કોલેજ ખાતે શનિવારે ઉદિસ ક્લબ અને જિલ્લા વિનિયમ રોજગાર કચેરીના સંયુક્ત...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:05 AM
Patan - પી કે કોટાવાલા આર્ટસ કોલેજમાં માર્ગદર્શન સેમિનાર
પાટણ : પાટણ શહેરની પી.કે કોટાવાલા આર્ટસ કોલેજ ખાતે શનિવારે ઉદિસ ક્લબ અને જિલ્લા વિનિયમ રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમ એક દિવસીય વિદેશ રોજગાર માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. સેમિનારમાં ઉપસ્થિત રહેલા ઓવરસીસ કાઉન્સેલર શ્વાસનાથ ક્રિસ્ટોફરે વિદેશમાં અભ્યાસની સાથે રોજગારી મેળવવા માટે વિવિધ વેબસાઈટની લિંકો દ્વારા સુંદર જાણકારી આપી હતી. સાથે સાથે વિદેશ માટે પાસપોર્ટ વિઝા કઈ રીતે મેળવવા અને યુએસ માટેની ઈન્ટરવ્યુની તૈયારી કઈ રીતે કરવી તેનું સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. એક દિવસીય માર્ગદર્શન સેમિનારમાં કોલેજના પ્રિન્સિપાલ લલિત પટેલ, ડો પદ્માક્ષીબેન વ્યાસ સહિત સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા હતા.

X
Patan - પી કે કોટાવાલા આર્ટસ કોલેજમાં માર્ગદર્શન સેમિનાર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App