• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • યુનિ. દ્વારા પીએચડી પ્રવેશ ફોર્મ 19 જાન્યુઆરી સુધી સ્વીકારાશે

યુનિ. દ્વારા પીએચડી પ્રવેશ ફોર્મ 19 જાન્યુઆરી સુધી સ્વીકારાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્ષ 2016 માં પીએચડીની એન્ટ્રન્સ પરીક્ષા દરમ્યાન પ્રશ્ન પત્રમાં સર્જાયેલા છબરડાને લઇ યુનિ. દ્વારા ગ્રેસીંગ માર્ક આપવામાં આવતા વિદ્યાર્થીઓ દ્વારા આ મામલે યુનિ.સામે કોર્ટમાં કેસ દાખલ કર્યા હતો. જેમાં નિરાકરણ આવતા તા. 12 જાન્યુઆરી પીએચડી પ્રવેશ પરીક્ષા પાસ કરનાર અને વાયવા પૂર્ણ કરનારા 311 વિદ્યાર્થીઓને પીએચડીમાં અભ્યાસ અર્થે પ્રવેશ ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા હાથ ધરી છે.

શુક્રવારથી યુનિવર્સિટી દ્વારા હાથ ધરાયેલી પ્રવેશ ફોર્મ સ્વીકારવાની કામગીરી તા.19 જાન્યુઆરી સુધી યુનિના સમય દરમ્યાન સવારે 11થી સાંજ 4 કલાક સુધી યુનિ.ના વહીવટી ભવનના બ્લોક નં-7 ખાતે હાથ ધરવામાં આવશે. અત્યાર સુધી 25 જેટલા વિદ્યાર્થીઓએ પોતાના પ્રવેશ ફોર્મ યુનિ.ના કેશ કાઉન્ટર ઉપર ફી જમા કરી ડોક્યુમેન્ટ વેરી ફિકેશન બાદ જમા કરાવ્યા હોવાનું યુનિ.ના સૂત્રોએ જણાવ્યુ હતું. યુનિવર્સિટી દ્વારા હાથ ધરાયેલી પીએચડી પ્રવેશ ફોર્મની પ્રક્રિયા પૂર્ણ થતા ટુંક જ સમયમાં પીએચડીનો અભ્યાસ ક્રમ શરૂ કરાશે તેવું યુનિના કાર્યકારી કુલ સચિવ ડો.ડી.એમ.પટેલ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...