• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાલિકાના સ્ટોર એન્ડ પરચેજ શાખાનું વર્ષ 2018 19 રૂ.2.17 કરોડનું બજેટ મંજૂર

પાલિકાના સ્ટોર એન્ડ પરચેજ શાખાનું વર્ષ 2018-19 રૂ.2.17 કરોડનું બજેટ મંજૂર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ નગર પાલિકાના પ્રમુખની ઓફિસમાં મંગળવારની સવારે સ્ટોર એન્ડ પરચેઝ કમિટીની બેઠક ચેરમેન મહેશ્વરીબેન પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેના વર્ષ 2018-19 રૂ.2 કરોડ 17લાખ 50હજાર બજેટને મંજૂર કરાયુ હતું. સાથે સાથે પાલિકાના પ્રિન્ટિંગ કામોના આવેલા ટેન્ડરો પણ ખોલી તેને મંજૂર રખાયા હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતું.

પાલિકા પ્રમુખની ઓફિસમાં મળેલી આ બેઠકમાં વર્ષ 2018માં નિવૃત્ત થતાં કર્મચારીઓની ગ્રેચ્યુએટી અને હરજીની રકમ સાથે 2018-19નું બજેટ મંજૂર કરવામાં આવેલ હોવાનું તેમજ પાલિકાના જરૂરી પ્રીન્ટીંગ કામોના ટેન્ડરો ને સર્વાનુમતે મંજૂર રાખવાનો નિર્ણય કરાયો હોવાનું ચેરમેન મહેશ્વરીબેન પટેલ જણાવ્યુ હતું. આ બેઠકમાં લાલેશ ઠક્કર, ધેમરભાઇ રબારી, મધુભાઇ પટેલ સહિતના સભ્યો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...