• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણની સાયન્સ કલબોના છાત્રોની કોડધા ખાતે પ્રકૃતિ શિબિર યોજાઇ

પાટણની સાયન્સ કલબોના છાત્રોની કોડધા ખાતે પ્રકૃતિ શિબિર યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : ગુજકોસ્ટ પ્રેરિત પુનાભા લોક વિજ્ઞાન કેન્દ્ર પાટણ દ્વારા શહેરની સાયન્સ કલબોના ધોરણ 11ના 48 વિદ્યાર્થીઓની પ્રકૃતિ શિક્ષણ શિબિર ઘુડખર અભ્યારણ કોડધામાં યોજાઈ હતી. સૌપ્રથમ વાર વિદ્યાર્થીઓએ વિશ્વનું સૌથી મોટું ઘુડખર અભ્યારણ કોડધા પહોંચી વન્ય પ્રાણીઓ અને તેના વસવાટો અંગે જાણકારી મેળવી હતી. છાત્રોઅે વાડીલાલ તળાવમાં ફ્લેમિંગો, સર્પગ્રીવ, ચમચો, બતક, ડુબકીયા વગેરે પક્ષીઓ અને પાણી પીવા માટે આવેલા ઘુડખર પ્રાણીનું પ્રત્યક્ષ નિદર્શન કર્યું હતું. મોડી સાંજે ડેમ પર સનસેટ પોઈન્ટનો નજારો માણ્યો હતો. બીજા દિવસે ટ્રેકિંગ બાદ વચ્છરાજ સોલંકી બેટ, મીઠું પકવતા અગરિયાઓ તેમજ પરત અાવતાં ખોડલ ધામ વરાણાની મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...