• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાલિકાએ ટ્રેક્ટરથી ગૌ શાળા અને પાંજરાપોળમાં લીલું ઘાસ પહોંચાડ્યુ

પાલિકાએ ટ્રેક્ટરથી ગૌ શાળા અને પાંજરાપોળમાં લીલું ઘાસ પહોંચાડ્યુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીવદયાની ભાવનાને ઉજાગર કરવાનો પર્વ એટલે ઉતરાણ રવિવારે યોજાયેલા ઉત્તરાયણના પર્વને લઇ શહેરના જીવદયા પ્રેમી સહિત હરી ઓમ ગૌ શાળાના અને લાયન્સ પરિવાર દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતે અબોલ જીવો અર્થે લોક ફાળો એકત્ર કરવામાં આવેલ હતો. જેમાં રૂ.24,926 જેટલી રકમ લોકોએ જીવદયાની ભાવનાને ઉજાગર કરવા અર્પણ કરી હતી.

શહેરના કેટલાક નગરજનો દ્વારા અબોલ જીવો માટે લીલા ઘાસનું દાન કર્યુ હતું. જે ઘાસ દર વર્ષ બગવાડા ચોક જુના ગંજ બજાર જલારામ ચોકના રોડ ઉપર નાખવામાં આવતું હોવાથી મોટા ભાગનું ઘાસ બગડતું હોય ચાલુ સાલે પાલિકા દ્વારા આ લીલા ઘાસનું દાન એકત્ર કરી ટ્રેક્ટર મારફતે ગૌ શાળાઓમાં તેમજ પાંજરાપોળમાં પહોંચતું કરવાની સુંદર વ્યવસ્થા ઉપલબ્ધ બનાવી હતી. જેને લઇ બગવાડા દરવાજા ખાતે દર વર્ષ કરતા ચાલુ વર્ષ અબોલ જીવોના ટોળા નહિવત જોવા મળ્યા હતા.

લોકોએ પાલિકાની સેવાકીય પ્રવૃત્તિને સરાહનીય લેખાવી લીલા ઘાસચારો અબોલ જીવો સુધી પહોંચાડવા બદલ આભારની લાગણી વ્યકત કરી હતી. ટ્રેકટર મારફત લીલા ઘાસનો જથ્થો ગૌ શાળા અને પાંજરાપોળમાં પહોંચાડવાનું સુંદર કામ પાલિકા-પ્રમુખના પતિ જયેશભાઇ પટેલ અને તેમના જીવદયા પ્રેમી મિત્ર વર્તુળ દ્વારા કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...