• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • બંને ગામોમાંથી પોલીસે રૂ. 48 હજારના મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી

બંને ગામોમાંથી પોલીસે રૂ. 48 હજારના મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | ચાણસ્માતાલુકાના દેલમાલ અને ધિણોજ ગામેથી પોલીસે બાતમી આધારે રેડ કરીને 20 શકુનીઓને પકડી પાડ્યા હતા. જેમાં દેલમાલ ગામેથી સાત અને ધિણોજમાંથી 13 શકુનીઓ પકડાયા હતા. ચાણસ્મા પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

દેલમાલ ગામે રાવળવાસની બાજુમાં જુગાર રમાતો હોવાની પોલીસને બાતમી મળતાં ચાણસ્મા પોલીસે રેડ કરીને શકુનીઓને રૂ. 23950ની રોકડ ચાર મોબાઇલ મળી કુલ રૂ. 29950ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા.

જ્યારે ધિણોજ ગામે ઇન્દીરાનગરમાં જ્યંતિજી માધાજી ઠાકોર બહારથી માણસો બોલાવીને જુગાર રમાડતો હોવાની પાટણ એલ.સી.બી પોલીસને બાતમી મળતાં રેડ કરી જ્યંતિજી માધાજી ઠાકોર સહિત નવ શખ્સોને રોકડ રૂ. 18170 સાથે પકડી પાડ્યા હતા.જ્યારે અન્ય સ્થળેથી રૂ.6970ના મુદામાલ સાથે 4 શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા જોકે એક શખ્સ ફુલજીભાઇ રાયચંદભાઇ મળી અાવ્યા હતા.

પકડાયેલા શકુનીઓ

દેલમાલ: નિકુંજરાજેશભાઇ સોલંકી, ભરતજી હમીરજી ઠાકોર, ધનજીજી કાનજીજી ઠાકોર, કનુજી કેશાજી ઠાકોર, દશરથજી ગુગાજી ઠાકોર, જયેન્દ્ર જેણાજી ઠાકોર, ભાવસંગજી તખાજી ઠાકોર

ધિણોજ: જ્યંતિજીમાધાજી ઠાકોર, વસંતભાઇ ગંગારામ સોલંકી, મહેશભાઇ ધનજીભાઇ સોલંકી, મગનભાઇ મોતીરામ પરમાર, શૈલેષજી અબુજી ઠાકોર, નિલેશજી બનુજી ઠાકોર, બનુજી કલ્યાણજી ઠાકોર, રમેશભાઇ પ્રાણસુખલાલ, પોપટજી પ્રભાજી ઠાકોર તમામ રહે ધિણોજ

દશરથભાઇ ખેમચંદભાઇ રાવળ.ધીણોજ, ભુરાભાઇ ઉમરભાઇ મીર.સુણસર, ગાંડાજી ગજાજી ઠાકોર.ભલગામડા, દશરથભાઇ સદાભાઇ ચૌધરી.ધીણોજ

અન્ય સમાચારો પણ છે...