• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણમાં મહોલ્લે પોળે નાગદેવતાઓના મંદિરોએ નાગપંચમીની ભક્તિમય માહોલમાં ઊજવણી કરાઇ

પાટણમાં મહોલ્લે પોળે નાગદેવતાઓના મંદિરોએ નાગપંચમીની ભક્તિમય માહોલમાં ઊજવણી કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધર્મનગરી પાટણમાં દરેક ધર્મના તહેવારો ભક્તિમય માહોલમાં ઉજવાઇ રહ્યા છે ત્યારે પવિત્ર શ્રાવણમાસ માં આવતા ધાર્મિક ઉત્સવોને લઇ સમગ્ર શહરેનુ વાતાવરણ ભક્તિના રંગે રંગાયેલુ જોવા મળી રહ્યુ છે. શનિવારને નાગપાંચમના પવિત્ર પર્વની વિવિધ મહોલ્લા પોળે આવેલ નાગદેવતાઓના મંદિરમાં ભક્તજનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.

શહેરના પ્રસિધ્ધ એવા પંચાસરા પાસેના નાગદેવતા મંદિર ખાતે વહેલી સવારથીજ ભાવિક ભક્તો દ્વારા ચોખ્ખા ઘીમાંથી તૈયાર કરેલી કુલેર શ્રીફળ સહિતની પ્રસાદ અર્પણ કરી નાગદેવતાના રૂડા આર્શિવાદ મેળવ્યા હતા. પંચાસરા ચોકમાં નાના બાળકોએ મનોરંજન માટેના ઉભા કરાયેલા ચકડોળ, રમકડા સહિતનો લ્હાવો લીધો હતો. પોલીસ લાઇન તરફ જવાના માર્ગપર આવેલ સેંભર ગોગા મહારાજ મંદિર ખાતે સુંદર મજાની ફુલોની આંગી કરી હતી. હિંગળાચાચર, સોનીવાડો, લોટેશ્વર વિસ્તાર, કોહિનુર સિનેમા સામે સહિતના મહોલ્લા પોળોના નાકે આવેલ નાગદેવતાના મંદિરો માં નાગપંચમીના પર્વની ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. શહેરના મુખ્ય બજાર માર્ગપર આવેલ ઓમ કોમ્પલેક્ષ ખાતેના ગોગા મહારાજ મંદિરે વેપારીઓ દ્વારા હવન યજ્ઞ યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...