• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ બ.કાં.ના પૂરગ્રસ્ત વિસ્તારોમાં સંઘ સેવા ભારતીના ઉપક્રમે 25000 કીટો વિતરણ કરાઇ

પાટણ બ.કાં.ના પૂરગ્રસ્ત વિસ્તારોમાં સંઘ સેવા ભારતીના ઉપક્રમે 25000 કીટો વિતરણ કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરએસએસ સહાય નીધીમાં શૈક્ષીક મહાસંઘ સહીત અન્ય સંસ્થાઓએ ઉદાર સખાવત ફાળો નોંધાવ્યો

પાટણ : રાધનપુર, સાંતલપુર, સમી અને હારીજ તાલુકાઓમાં આવેલા વિનાશક પુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો તેમના ગણવેશમાં સજ્જ થઇ સેવા બચાવમાં જોડાઇ પેદાશપુરાથી રાજુસરા અને કાંકરેજ પંથકના અસરગ્રસ્તો સુધી પહોંચી કીટ વિતરણ કરાયું હતું.

પાટણમાં આર.એસ.એસ. દ્વારા મધ્યસ્થ કાર્યાલય હેમંત ભાઇ તન્નાના શીવાલીક શોપીંગમાં ઉભું કરાયું હતું. જેમાં શહેર જિલ્લામાંથી એકત્ર થયેલ સામગ્રીની કીટો તૈયાર કરાઇ હતી. સંઘના પદાધિકારીઓ ભાનુભાઇ સોની, શૈલેષભાઇ ઠક્કર, ભીખાભાઇ પટેલ, હેમંતભાઇ તન્ના, નવીનભાઇ, નીખીલ ખમાર, ચીરાગભાઇ, દિનેશભાઇ સહીત 200 જેટલા સ્વયંસેવકોની ટીમ દ્વારા કુલ 25000 જેટલી કીટો સેવાભારતીના નેજા હેઠળ દાતાઓ દ્વારા વિતરણ કરાઇ હતી.શૈક્ષિક મહાસંઘ દ્વારા રૂ.5.35 લાખની રોકડ સહાય પ્રદાન કરાઇ છે. પટણ તાલુકા સંગઠન દ્વારા રૂ.87000 રાહતનીધીમાં અપાયા હતા. અન્યોનો પણ સહકાર મળ્યો હતો. બુધવારે 1800 કીટો બોરૂ ગામે પહોંચાડાનાર છે. સાંતલપુરના જીવણભાઇ આહીર વગરે પણ ખડેપગે રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...