• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણમાં અંબાજી મંદિર પાસેની મુખ્ય પાણીની લાઇનમાં ફરી ભંગાણ સર્જાયુ

પાટણમાં અંબાજી મંદિર પાસેની મુખ્ય પાણીની લાઇનમાં ફરી ભંગાણ સર્જાયુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિકાની વોટરવર્કસ શાખાને જાણ કરી તાત્કાલિક સમારકામ હાથ ધરાવ્યુ

શહેરનાછીંડીયા દરવાજા પાસે આવેલ અંબાજી મંદિર સામેના માર્ગ ઉપરથી પસાર થતી મુખ્ય પાણીની પાઇપ લાઇનની પાણીના ફોર્સને લઇ શનિવારે સવારે અચાનક ફાટી જતાં પાણી નિરર્થક વહી જવા પામ્યુ હતું.લીકેજ બનેલી પાઇપ લાઇનના કારણે વિસ્તારના રહિશોને સવાર સવારમાં પાણી માટે મુશ્કેલી ભોગવવી પડી હતી. સમગ્ર માર્ગ પર પાણી ફરી વળ્યું હતું. જે બાબતની જાણ વિસ્તારના નગરસેવકને થતાં તેઓએ પાલિકાની વોટરવર્કસ શાખાને જાણ કરી તાત્કાલિક સમારકામ હાથ ધરાવ્યુ હતુ. અત્રે નોંધનીય છે કે કોન્ટ્રાકટરે પૂરતી ઉંડાઇએ પાઇપલાઇન કરી હોવાના લીધે ફાટી જતી હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે.

નવો રોડ તોડવાની ફરજ પડી : નગરસેવક

બાબતેનગરસેવક ગોપાલ રાજપુતે જણાવ્યું કે નવીન પાઇપલાઇન નાખી હતી તેમ છતાં રથયાત્રાના પૂર્વે નવો રોડ બનાવ્યો હતો પણ રથયાત્રાના દિવસે પાઇપ લીકેજ થઇ હતી અને નવીન રોડ તોડવાની ફરજ પડી હતી. પછી બે વખત લીકેજીંગ થયું છે.

જરુરીતપાસ કરાવાશે : એન્જીનીયર

પાલિકાનાએન્જીનીયર રાજ પટેલે જણાવ્યું કે મામલો હાઇડ્રોલીક એન્જીનીયરને જોવાનો હોય છે. હાઇડ્રોલીક એન્જીનીયર કીર્તીભાઇ પટેલે જણાવ્યું કે પાલીકા દ્વારા કન્સલ્ટન્ટ તરીકે જયમીન મોદીને જવાબદારી સોંપાઇ છે ત્યારે મામલે તપાસ કરાવાશે.

અન્ય સમાચારો પણ છે...