• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • મીઠીઘારિયાલમાં નાગપાંચમના બે દિ’ પહેલાં દાનપેટીની રોકડની ચોરી

મીઠીઘારિયાલમાં નાગપાંચમના બે દિ’ પહેલાં દાનપેટીની રોકડની ચોરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બનાસકાંઠાના દિયોદરના મુલકપુરના અાધેડનું અને સાબરકાંઠાના પ્રાંતિજમાં મહિલાનું મોત

એક કિમી દૂર જઇ દાનપેટી તોડી રૂપિયા કાઢી લઇ પેટી ફેંકી દીધી,ચોર ગામનો હોવાની અટકળો

શનિવારેનાગપાંચમનો પવિત્ર તહેવાર હતો ત્યારે કોઇ તસ્કરે બે દિવસ પહેલાં ચાણસ્મા તાલુકાના મીઠીઘારીયાલ ગામે નાગદેવતાના મંદીરમાંજ સફાઇ કરી. જેમાં દાન પેટી ઉઠાવી જઇ અંદરથી રૂ.10 હજાર જેટલી રોકડ તફડાવી લઇ એક કીમી દૂર દાન પેટી ફેંકી દીધી હતી. ઘટનાથી લોકોની લાગણી દુભાઇ હતી. જોકે તેના પગલાં ગામ તરફ આવતાં હોઇ સ્થાનીક તસ્કર હોય તેમ અનુમાન થઇ રહ્યું છે.

ગામ તળાવની પાળ પાસે ગોગામહારાજનું મંદીર આવેલ છે. ગુરુવારે રાત્રે કોઇ તસ્કરોએ મંદીરની આગળના ભાગે મૂકેલી દાન પેટીની ઉઠાંતરી કરી ગયા તા. શુક્રવારે સવારે મંદિરના પૂજારી પૂજા કરવા માટે ગયા ત્યારે ચોરીની જાણ થઇ હતી તેઓએ સરપંચ અને ગામ લોકોને ખબર આપતાં પોલીસને જાણ કરતાં આવીને તપાસ હાથ ધરી હતી. જેમાં રૂ.10 રોકડની ઉઠાંતરી અંગે મુકેશજી અમરતજી ઠાકોરે ફરીયાદ નોંધાવી હતી.

અંગે ઇન્ચાર્જ પીઆઇ એ.ટી.પટેલે જણાવ્યું કે પાળ નજીક દેખાતાં પગલાં આધારે તપાસ થઇ રહી છે. એક કીમી દુર જઇ દાન પેટી તોડવામાં આવી છે.તસ્કર પેટી મુકીને પાછો ગામ તરફ ગયેલો જણાય છે એટલે તસ્કર ગામનો હોય તેવું અનુમાન કરાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...