તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • 1.25 કરોડ જેટલા સર્વે નંબરોની ખાનગી એજન્સી દ્વારા કરાયેલી માપણીની વિસંગતતા અંગે કોંગ્રેસનું આવેદ

1.25 કરોડ જેટલા સર્વે નંબરોની ખાનગી એજન્સી દ્વારા કરાયેલી માપણીની વિસંગતતા અંગે કોંગ્રેસનું આવેદન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખોટી માપણીથી જમીનમાં થયેલી વધ - ઘટને લઇ વિરોધ કરાયો

સમગ્રરાજ્યના કુલ 1.25 કરોડ જેટલા સર્વે નંબરોની માપણી ખાનગી એજન્સીઓએ કરી હોવાની સરકારે દાવો કર્યો છે. જેને લઇ ખેડુતોની જમીનમાં મોટા પાયે વધ- ધટ થયેલી હોય જેને લઇ સોમવારના રોજ પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સીવીલથી રેલી કાઢી જિલ્લા કલેકટર આવેદનપત્ર આપવામાં આવેલ હતું.

કોંગ્રેસ સમિતિ દ્વારા અપાયેલ આવેદનપત્રમાં જણાવ્યુ હતું કે લેન્ડ રેકર્ડ કચેરી દ્વારા આપેલા અહેવાલમાં માપણીના મૂળભૂત સિધ્ધાતોનો ભંગ થયેલ હોવાનું સ્વીકારી રી- સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ જમીનનો રેકર્ડ લેન્ડ રેકર્ડ કચેરીમાં ઉપલબ્ધ કરાવવો જોઇએ. જે કરાવવામાં આવેલ નથી. તો માપણી પછી સંબધિત જમીન કે ખેતરને ગામના નકશામાં લે-આઉટ કરવામાં આવ્યુ નથી. સરકારે સંપાદીત કરેલી જમીન જેવા તળાવો ચેકડેમ ડેમ નવા સરકારી રસ્તાઓ ગાડામાર્ગ હેતુ ફેર કરેલ જર્મીનો નવીશરતોની જુની શરતોમાં ફેરવી જમીનનો વગરના હુકમોના આધારે લેન્ડ રેકર્ડ દુરસ્ત કરવો જોઇએ તે પણ કરવામાં આવેલ નથી. કોંગ્રેસ સમિતિ દ્વારા અપાયેલા આવેદનપત્રના કાર્યક્રમમાં કોંગ્રેસ પક્ષના દંડક અને સિદ્વપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત, જિલ્લા પ્રમુખ કાનજીભાઇ દેસાઇ, પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોર, શહેર કોંગ્રેસ પ્રમુખ લાલેશ ઠકકર અશ્વીન પટેલ સહિતના કોંગ્રેસના અગ્રણીઓ કાર્યકર્તાઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...