તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ , સિદ્ધપુર હારીજ, રાધનપુર યાર્ડમાં વેપારીઓએ વધુ 2 દિવસ હડતાળ લંબાવી

પાટણ , સિદ્ધપુર હારીજ, રાધનપુર યાર્ડમાં વેપારીઓએ વધુ 2 દિવસ હડતાળ લંબાવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માર્કેટયાર્ડ ક્યારે ખુલશે તેનો આગામી ગુરૂવારની બેઠકમાં નિર્ણય

પાટણ ગંબજાર વેપારી એસો. કારોબારી બેઠક સોમવારે સવારે મળી હતી જેમાં ઊંઝા સહીતના માર્કેટયાર્ડો બંધ રખાયા હોઇ પાટણ યાર્ડ પણ આગામી 2 દિવસ બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો.

ગુરૂવારે ફરીથી બેઠક યોજી અાગળની સ્થિતી આધારે યોગ્ય નિર્ણય લેવાશે તેમ અગ્રણી સુમન બ્રહમભટ્ટ અને હર્ષદ પટેલે જણાવ્યું હતું. હારીજ માર્કેટના વેપારી ઉપપ્રમુખ જ્યંતિભાઇ ઠકકરે રાજયમાં ચાલતી જીએસટી સામેની લડતમાં હારીજ યાર્ડ પણ સામેલ થઇ બંધ છે તેમ જણાવ્યું હતું. રાધનપુર યાર્ડ પણ અચોકક્કસ મુદત માટે બંધ છે તેમ કમિટીના લક્ષ્મણભાઇ પટેલે જણાવ્યું હતું.સિધ્ધપુર માર્કેટપણ બંધ રહયું છે. જીએસટીનો અમલ કઇ રીતે કરવો તે અંગે કોઇ ગાઇડલાઇન હોવાથી માર્કેટયાર્ડ ખુલ્યું હોવાનું ગંજબજાર વેપારી મહામંડળના પ્રમુખે જણાવ્યું હતું.

કેન્દ્ર સરકાર દ્વારા 1 જુલાઇથી અમલમાં મુકાયેલ ગુડ્ઝ સર્વિસ ટેક્ષ મુદ્દે ઉત્તર ગુજરાતના મોટાભાગના માર્કેટયાર્ડોના વેપારીઓ બંધમાં જોડાયા છે જેમાં વિસનગર માર્કેટયાર્ડ પણ જોડાયું છે. જ્યાં સોમવારના રોજ માર્કેટયાર્ડ ખુલશે તેવી શક્યતાઓ વચ્ચે સોમવારના રોજ હરાજી બોલાતાં માર્કેટયાર્ડ બંધ રહેવા પામ્યું હતું.

મહેસાણામાં કેટલાક વેપારીઓ હજુ જીએસટી રજીસ્ટ્રેશન અને વસ્તુ પ્રમાણે બીલીગ તૈયાર કરવાની મુઝવણમાં રહ્યા છે. હાલ માર્કેટમાં કોઇ વસ્તુની અછત તો વર્તાઇ નથી પણ એપીએમસીમાં હરાજી વગર વેપાર થતા જીરૂ, વરીયાળી જેવા મસાલાનો મોટો સપ્યાલ હાલ મહેસાણાના હોલસેલ, રીટેઇલ માર્કેટમાં આવતો નથી. જોકે સ્ટોકીસ્ટ વેપારીને ત્યાંથી કેટલાક જરૂરીયાત પૂરતો મેળવીને વેપાર ચલાવી રહ્યા છે પણ પહેલા છૂટથી બજારમાં આવતી તમામ ચીજવસ્તુઓ જીએસટી પછી ચોખ્ખા વ્યવહારના ચક્કરમાં ધીમીગતીએ આવી રહી હોવાનું વેપારી સુત્રોએ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...