તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • લાંચ રૂશ્વતના કેસમાં ખોટી જુબાની આપવા બદલ ફરિયાદી સામે કાર્યવાહીનો આદેશ

લાંચ રૂશ્વતના કેસમાં ખોટી જુબાની આપવા બદલ ફરિયાદી સામે કાર્યવાહીનો આદેશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇટોદના તલાટીએ લાંચ લીધાની ફરિયાદ આપી, બયાનમાં નકલ ફીના નાણા ચૂકવ્યાનું જણાવતાં ફરિયાદી ફસાયા

પાટણખાતે સ્પેશ્યલ કોર્ટમાં એસીબીનો એક કેસ ચાલી જતાં અને તે પુરવાર થતાં આરોપી તલાટીને છોડી મૂકવામાં આવ્યો હતો. જ્યારે ફરીયાદી હોસ્ટાઇલ થયેલ હોઇ અને તેના બયાનમાં વિસંગતતા આવતાં કોર્ટે તેની સામે સીઆરપીસી કલમ 437(1) મુજબ કાર્યવાહી કરવા અને નોટીસ છોડવા હુકમ કર્યો હતો.

ચાણસ્મા તાલુકાના ઇટોદા ગામના મુળ વતની અને હાલે કડી ખાતે સ્થાયી થયેલા પોપટજી ગગાજી ઠાકોરના પિતા ગુજરી જતાં ઇટોદા ગામે આવેલ જમીનમાં પિતા સિવાય ,જેઓ સાથે કોઇ સબંધ નથી તેવા 6 નામો ગેરરીતીથી દાખલ થઇ ગયેલ હતા. પોપટજીના મોટાબાપાની દીકરી જશીબેન મોહનજીએ પણ હક્ક માટે મામલતદાર કચેરીમાં રજુઆત કરી હતી.આ જમીનમાં પોપટજીના પિતાનું નામ કમી કરાયેલ હોઇ દાખલ કરવા તેઓએ ઇટોદા ગ્રામપંચાયતના તલાટી સરતાનજી પીરાજી ઠાકોર (52)નો સંપર્ક કરતાં કામ માટે તેઓએ રૂ.6000 લાંચ માંગતાં મહેસાણા એન્ટીકરપ્શન બ્યુરોમાં ફરીયાદ આપતાં 16 એપ્રિલ 2008ના રોજ છટકું ગોઠવી રૂ.3000 લેતાં ઝડપી લીધા હતા. બાકીના રૂ.3000 કામ પછી આપવાનું નક્કી થયું હતું. મામલે તેઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 ની કલમ 7,13(1)(ઘ)13(2)મુજબ ચાર્જશીટ થયું હતું.

કેસ સોમવારે સ્પેશ્યલ સેસન્સ જજ ભાર્ગવકુમાર પાઠક સમક્ષ ચાલી જતાં પ્રોસિક્યુશન ગુનો પુરવાર કરવામાં નિષ્ફળ રહેતાં આરોપીને તેની સામેના આરોપોમાંથી છોડી મૂકવામાં આવ્યો હતો. પણ કેસમાં ફરીયાદીએ એક તરફ લાંચનો આક્ષેપ કર્યો છે અને જુબાનીમાં નકલ ફી પેટે રૂ.3000 આપ્યા હોવાનું જણાવેલ હોઇ જુઠી જુબાની આપવા બદલ તેની સામે સીઆરપીસી કલમ 437(1) મુજબ કાર્યવાહી કરવા અને નોટીસ છોડવા હુકમ કર્યો હતો. કોર્ટે આરોપીને અપીલ પીરીયડના રૂ.5000 ના જામીન આપવા હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...