તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ રમત ગમત સંકુલમાં જિલ્લા કક્ષાની સ્વીમીંગ સ્પર્ધા યોજાઇ

પાટણ રમત- ગમત સંકુલમાં જિલ્લા કક્ષાની સ્વીમીંગ સ્પર્ધા યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંડર 19 ની 1સ્પર્ધામાં 5 સ્પર્ધકોએ ભાગ લીધો

પાટણજિલ્લા રમત- ગમત અધિકારીની કચેરી દ્વારા સોમવારના રોજ રમત- ગમત સંકુલ ખાતેના સ્વીમીંગ પુલ ખાતે જિલ્લા કક્ષાની અંડર - 19 ની સ્વીમીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં 15 સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લઇ પોતાનું કૌવત દર્શાવ્યુ હતું.

જિલ્લાકક્ષાની યોજાયેલી સ્વીમીંગ સ્પર્ધા જિલ્લા રમત- ગમત અધિકારી વિરેન્દ્રભાઇ પટેલ, સિનિયર કોચ આર.બી.બુંદેલાના માર્ગદર્શન હેઠળ વ્યાયામ મંડળના પ્રમુખ કુબેરભાઇ ચૌધરી, બાબુભાઇ ચૌધરીએ ઉપસ્થિત રહી સ્પર્ધાને સફળ બનાવી હતી. સ્વીમીંગ કોચ સૌમ્યા જોષી અને મિત્તેસભાઇ દેસાઇ દ્વારા ખેલાડીઓની સ્વીમીંગ સ્પર્ધાની નિર્ણાયક ભૂમિકા અદા કરી હતી. સ્પર્ધાના ભાગ લેનારા 15 સ્પર્ધકો પૈકી 1 થી 3 નંબરના 8 સ્પર્ધકોએ વિજેતા બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...