અડીયામાં સીઆરસી કક્ષાનુ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન

પાટણ : હારિજના અડિયા ખાતે સીઆરસી કક્ષાનુ ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. જેમાં અડીયા પગાર કેન્દ્રની 10 પ્રા....

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:05 AM
Patan - અડીયામાં સીઆરસી કક્ષાનુ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન
પાટણ : હારિજના અડિયા ખાતે સીઆરસી કક્ષાનુ ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. જેમાં અડીયા પગાર કેન્દ્રની 10 પ્રા. શાળાઓએ ભાગ લીધો હતો.જેમાં શાળાના આચાર્ય શિક્ષકો અને બાળ વૈજ્ઞાનિક બાળકો જોડાયા હતા. જેમાં જુના કલાણા પ્રાથમિક શાળાની મલ્ટિપર્પઝ ગન ( કિસાન લોન્ચર)ની કૃતિ એ આકર્ષણ જમાવ્યું હતું. શાળાએ બે વિભાગમાં નંબર 1 પ્રાપ્ત કર્યો હતો.ે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને બી.આર.સી એ ઉપસ્થિત રહી બાળકોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપ્યા હતા. જ્યારે જુના કલાણા શાળા તરફથી પ્રથમ નંબર આવનાર બાળકોને વોટર બોટલની ભેટ આપી હતી તેવું શિક્ષક રતિલાલ ભાઈ પટેલે જણાવ્યું હતું.

X
Patan - અડીયામાં સીઆરસી કક્ષાનુ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App