• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • એદલામાં ગટર લાઇનમાં ભંગાણ સર્જાતાં ગંદા પાણી ગામમાં રેલાયાં

એદલામાં ગટર લાઇનમાં ભંગાણ સર્જાતાં ગંદા પાણી ગામમાં રેલાયાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરસ્વતી તાલુકાના એંદલાગામથી મોરપા વાયા રેચવી 6 કિલોમીટરના અંતરે નવિન રસ્તાનું મેટલ કામ થયેલ હોવાથી એંદલા ગામના મોરીવાસ અને ભુભળીયાવાસના 170 ઘરોની ગટર લાઈન તુટી જતા ઘરો આગળ ગંદું પાણી ભરાઈ છે અા વિસ્તાર રહિશો પાણીજન્ય રોગચાળો ભીત સેવાઇ રહી છે.

એંદલા ગામના સરપંચ અમૃતભાઈ રબારીએ જણાવ્યું કે અવાર નવાર કોન્ટ્રાક્ટરને કામગીરી બાબતે રૂબરૂ તેમજ ટેલિફોનિક રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા પાટણ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને નાયબ કાર્યપાલકને લેખિતમાં જાણ કરી હતી. કોન્ટ્રાક્ટર દ્વારા નવીન રસ્તો બનાવતી વખતે ગટર લાઈન તોડી નંખાતા નુકસાન થયેલ છે તેવું ગામના સરપંચે જણાવ્યું હતું. જ્યારે કોન્ટ્રાક્ટર એક માસથી કામકાજ અધુરુ છોડી જતા રહેવાથી ગામડાના લોકોને મુશ્કેલી પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...