• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • મણીયારીના હિજરતી પરિવારોની આવાસ સહાય મંજૂર કરાઇ

મણીયારીના હિજરતી પરિવારોની આવાસ સહાય મંજૂર કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ ખાતે ડો.બાબાસાહેબ આંબેડકર હોલમાં આશ્રય લઇ રહેલા મણીયારી ગામના 6 હિજરતી પરિવારોને સરકારી તંત્ર દ્વારા શુક્રવારે મકાન સહાય માટેના આદેશ સુપ્રત કરાતા આ પ્રશ્નનો હલ આવી ગયો હતો.

મણીયારીના ચમાર પ્રહલાદભાઇ હીરાભાઇ સહિત છ પરિવારો હિજરતી તરીકે પાટણમાં રહે છે જેઓને બકરાતપુરામાં પ્લોટ અપાયા પછી મકાન સહાય ન ચૂકવાતાં સનદો પાછી આપવાનો કાર્યક્રમ 23 જૂને અપાયો હતો. જો કે, તંત્રની ખાતરી પછી 23 જુલાઇ સુધીનો વાયદો અપાયો હતો. તે મુજબ શુક્રવારે તમામ પરિવારોને રૂ.1.20 લાખ મકાન સહાય આંબેડકર આવાસ યોજના હેઠળ ચૂકવવા જિલ્લા પછાતવર્ગ કલ્યાણ અધિકારી જ્યોત્સનાબેન સોલંકી અને સમાજ કલ્યાણ અધિકારી વર્ષાબેન દ્વારા મંજુરી પત્રો એનાયત કરાયા હતા. અા સમયે સામાજિક કાર્યકર નરેન્દ્ર પરમાર હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...