• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Patan
  • Patan - પર્યુષણની પૂર્ણાહુતિએ પાટણમાં પંચાસર જૈન દેરાસરથી જળયાત્રા

પર્યુષણની પૂર્ણાહુતિએ પાટણમાં પંચાસર જૈન દેરાસરથી જળયાત્રા

જળયાત્રાનું જૈન પરિવારજનો દ્વારા સ્વાગત સન્માન કરાયું. પાટણ : જૈન ધર્મના પવિત્ર પર્વ સમા પર્યુષણ પર્વના આઠ દિવસ...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:01 AM
Patan - પર્યુષણની પૂર્ણાહુતિએ પાટણમાં પંચાસર જૈન દેરાસરથી જળયાત્રા
જળયાત્રાનું જૈન પરિવારજનો દ્વારા સ્વાગત સન્માન કરાયું.

પાટણ : જૈન ધર્મના પવિત્ર પર્વ સમા પર્યુષણ પર્વના આઠ દિવસ પૂર્ણ થતા રવિવારના રોજ પાટણ શહેરના પંચાસરા જૈન દેરાસર સામે આવેલા નગીનભાઈ પોષધ શાળા ખાતેથી રવિવારના રોજ પર્યુષણ મહાપર્વની જળયાત્રા પરમ પૂજ્ય ભુવન વલ્લભ મહારાજ સાહેબ સહિતના ગુરુ ભગવંતોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન પામી હતી. જળયાત્રા પંચાસરા જૈન દેરાસર ખાતેથી નીકળી દોશીવટ બજાર, ત્રણ દરવાજા થઈ નગીનભાઈ પૌષધશાળા ખાતે સંપન્ન બની હતી. જળયાત્રાનું ઠેરઠેર જૈન સમાજના પરિવારજનો દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં જૈન સમાજના અગ્રણી મુક્તિભાઈ શાહ, કમલેશભાઈ શાહ, હરનીશભાઈ શાહ, ધર્મેશભાઈ પટવા સહિતના મહાનુભાવો જોડાયા હતા.

X
Patan - પર્યુષણની પૂર્ણાહુતિએ પાટણમાં પંચાસર જૈન દેરાસરથી જળયાત્રા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App