જિલ્લામાં 69.41 ટકા વરસાદ, 20,000 હે.વાવેતર ઘટ્યું

ચોમાસુ સિઝન પૂર્ણ: કઠોળ પાકના છોડ પર ફૂલ અને શીંગો ન બેસતા ઉત્પાદન ઘટશે તાપમાન વધતા અને ભેજનું પ્રમાણ ઘટતા...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:01 AM
Patan - જિલ્લામાં 69.41 ટકા વરસાદ, 20,000 હે.વાવેતર ઘટ્યું
ચોમાસુ સીઝન પૂર્ણ થવાની સાથે ખરીફ પાકની વાવણીની સીઝન પણ પૂર્ણ થઇ છે ત્યારે પાટણ જિલ્લામાં 69.41 ટકા વરસાદની ઘટ છે માત્ર 30.59 ટકા જ વરસાદ થયો છે ત્યારે સરેરાશ વાવેતર કરતા 20000 હેક્ટર વિસ્તારમાં વાવેતર ઘટ્યું છે. જેમાં ખાસ કરીને દિવેલા બીટી કપાસ મગ તલ સહિતના પાકોનું વાવેતર ઘટયું છે.

પાટણ જિલ્લામાં સિઝનનો સરેરાશ 600 મીલી મીટર વરસાદ થાય છે પરંતુ આ વખતે માત્ર ૧૮૪ મીમી વરસાદ થયો છે કુલ 69.41 ટકા વરસાદની ઘટ પડતા ચોમાસુ ખેતી પર માઠી અસરો ઊભી થઈ છે સરેરાશ 3.37 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થાય છે. પરંતુ આ વખતે વરસાદ ઓછો હોવાથી માત્ર3.17 હેક્ટર વિસ્તારમાં જ વાવેતર થયું છે એટલે 20,000 હેક્ટર વિસ્તારમાં વાવેતર ઘટતા જમીન પડતર પડી રહી છે ગયા વર્ષે તો સરેરાશ વાવેતર કરતાં પણ વધારે 3.49 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું.

હવે ભેજની ખેંચ વર્તાતી હોવાથી જે વાવેતર થયું છે તે પાકને કેમ કરી બચાવો તેની મથામણમાં ખેડૂતો લાગી ગયા છે પાછોતરો વરસાદ પૂરતો ન પડતા અને ગરમીનું પ્રમાણ વધતા જમીનમાં ભેજનું પ્રમાણ ઘટી રહ્યું છે ત્યારે પાકને બચાવવા માટે ખેડૂતોને નર્મદાની કેનાલ અને ટ્યુબવેલ મારફતે પિયત શરૂ કરી દેવા પડ્યા છે. છતાં સમી, શંખેશ્વર, રાધનપુર, સાંતલપુર પંથકમાં જુવાર ઘાસચારો દેશી કપાસ અને દિવેલા સહિતના પાકો સુકાવા લાગ્યા છે. બીજી બાજુ વરસાદના અભાવે જમીનમાં ભેજનું પ્રમાણ ન હોવાથી કઠોળ પાકો ગવાર મગ અડદના છોડ પર ફૂલ અને શીંગો બેસતી ન હોવાથી કઠોળનું ઉત્પાદન પણ ઘટશે.

વરસાદની ઘટના કારણે વાવેતર ઘટયું

જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષભાઈ પટેલે જણાવ્યું કે આ વખતે સીઝનમાં વરસાદ ખૂબ ઓછો થયો હોવાના કારણે દિવેલા, બીટી કપાસ, મગ, તલ સહિતના પાકોના વાવેતરમાં ઘટાડો થયો છે. બીજી બાજુ ભેજના ભાવે સમીથી સાંતલપુર સુધીના વિસ્તારમાં પાક પણ સુકાવા લાગ્યો છે હજુ વરીયાળી, તમાકુ જેવા પાકોનુ વાવેતર થાય તેવી શક્યતાઓ છે.

પાટણ જિલ્લામાં વાવેતરની સ્થિતિ(આંકડા હેક્ટરમાં)

તાલુકો સરેરાશ વાવેતર કુલવાવેતર વધઘટ

પાટણ 30579 33285 + 2706

સરસ્વતી 36751 34833 - 1918

સિદ્વપુર 25165 19609 - 5556

ચાણસ્મા 32721 32468 -253

હારીજ 33272 31062 - 2210

સમી 43114 56755 +13641

શંખેશ્વર 40724 40055 +669

રાધનપુર 36743 26444 -10299

સાંતલપુર 58391 43010 - 15381

પાટણ જિલ્લામાં વરસાદની સ્થિતિ(આંકડા હેક્ટરમાં)

તાલુકો સરેરાશ વરસાદ કુલ વરસાદ ટકા ઘટ

ચાણસ્મા 525 103 19.60 -422

હારીજ 577 168 29.10 - 409

પાટણ 685 164 23.93 - 521

રાધનપુર 626 190 30.36 -436

સમી 537 161 2 9.96 - 376

સાંતલપુર 478 154 32.22 -324

સરસ્વતી 684 223 32.16 -461

શંખેશ્વર 536 163 30.43 -373

સિદ્વપુર 753 326 43.30 - 427

X
Patan - જિલ્લામાં 69.41 ટકા વરસાદ, 20,000 હે.વાવેતર ઘટ્યું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App