• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Patan
  • Patan - સદભાવના યાત્રાનું પાટણ શહેર સહિત રૂટના 11 ગામોમાં સ્વાગત

સદભાવના યાત્રાનું પાટણ શહેર સહિત રૂટના 11 ગામોમાં સ્વાગત

બાલિસણામાં યાત્રાનું ઢોલ-નગારા અને પુષ્પો સાથે સ્વાગત કરાયું

DivyaBhaskar News Network | Updated - Sep 10, 2018, 03:01 AM
Patan - સદભાવના યાત્રાનું પાટણ શહેર સહિત રૂટના 11 ગામોમાં સ્વાગત
પાટણમાં મોતીશા દરવાજા વિઠ્ઠલ ચેમ્બર, રતનપોળ, ત્રણ દરવાજા, દોશીવટ, બજાર, હિંગળાચાચર, બગવાડા દરવાજા, વિશ્વાસ કોમ્પલેક્સ પાસે ટીબી ત્રણ રસ્તા, સિદ્ધપુર ચોકડી, અંબાજી નેળિયા, હાંસાપુર, ડુંગરીપુરા, માંડોત્રી, ધારપુર, દિગડી, કુડેર અને બાલિસણા ખાતે યાત્રાનું ઢોલ-નગારા અને પુષ્પો સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું. ઉપરાંત પાટણ ખાતે કોંગ્રેસના આગેવાનો જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર, લાલેશ ઠક્કર, જાગૃતિબેન પટેલ, હીનાબેન રાવલ, ભૂમિકાબેન પટેલ, હંસાબેન પરમાર, બબીબેન સોલંકી, પી.જે વાણીયા સહિતના લોકોએ સ્વાગત કર્યું હતું. પાટણમાં જોકે ટીમ પાલિકા માં સામેલ પાટીદાર સમાજના સભ્યો જોડાયા નહોતા. જોકે આ સદભાવના યાત્રા હોઈ કોઈને મનાઈ નહોતી.

માતાજીના ચરણોમાં હુંડી અર્પણ કરી

પાસ કન્વીનર હાર્દિક પટેલ અડિયાએ જણાવ્યું કે સરકારને સદબુધ્ધિ આપે હાર્દિક પટેલનું સ્વાસ્થ સારું રહે ખેડૂતોના દેવા માફ થાય બિન અનામત વર્ગના યુવાનોને શિક્ષણમાં અનામત મળે તેવી માતાજીના ચરણોમાં હૂંડી અર્પણ કરવામાં આવી છે.

બાલીસણા ગામે પાટીદાર સમાજ બાલીકાઓએ યાત્રા સામૈયું કર્યું હતું.

42થી વધુ ગામોના લોકો યાત્રામાં જોડાયા

પાટણ શહેર સહિત કિમ્બુવા, અઘાર, સંખારી, વાગડોદ, અડિયા, કુણઘેર, ચંદ્રુમાણા, ડેર, માંડોત્રી, ધારપુર, હાંસાપુર, કમલીવાડા, સંડેર, મણુંદ, કુકરાણા, રવદ, લણવા, રણુંજ, પાલડી, મીઠીવાવડી, ખિમિયાણા, વડાવલી, ગજા, સરવા, જાખાના, સાગોડિયા, મેસર, કાતરા, મોઢેરા, ખારીઘારિયાલ, રાજપુર, ખારીવાવડી, અનાવાડા, રૂપપુર, ઇસ્લામપુર, સોજિંત્રા, ગંગેટ, પીંપળ, કેશણી, કુડેર, કણી સહિતના ગામોના પાટીદારો યાત્રામાં જોડાયા હતા.

પાટણ મોળું પડ્યું ગામડાએ તાકાત બતાવી

આ યાત્રામાં શહેરના રહીશોની સંકળામણ અગાઉ કરતાં ઓછી હતી. પાટીદારો વહેંચાઈ ગયાની છબી ઉભરી હતી. ભાજપના કોઈ ચહેરા ફરક્યા નહોતા. બે ત્રણ આગેવાનોએ કહ્યું કે ઈચ્છા હોવા છતાં જવાયું નહોતું. પાટણના હાઈવેથી યાત્રિકો સંખ્યા વધી હતી.

પાટીદારોની 6 સંસ્થાઓ સરકારમાં રજૂઆત કરાશે

ઊંઝા ઉમિયા માતા સંસ્થાના મંત્રી દિલીપભાઈ નેતાજીએ મીડિયાને જણાવ્યું હતું કે પાટીદારોની અનામતની માંગને અગાઉ પણ સંસ્થાએ ઠરાવ કરી સમર્થન આપેલું છે તેને આજે પણ અમારું સમર્થન છે જ્યારે ખેડૂતોના દેવા માફી મુદ્દે પણ સમર્થન આપેલું છે અને આ બાબતે પાટીદારોની 6 સંસ્થાઓ મારફતે સરકારમાં રજૂઆત કરવામાં આવશે.

X
Patan - સદભાવના યાત્રાનું પાટણ શહેર સહિત રૂટના 11 ગામોમાં સ્વાગત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App