વડનગર-રાધનપુર વાયા પાટણ બસ બંધ કરાતા મુસાફરોમાં રોષ

દૈનિક 5 થી 6 હજારની આવક કરતી બસના રૂટમાં ફેરફાર

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:01 AM
Patan - વડનગર-રાધનપુર વાયા પાટણ બસ બંધ કરાતા મુસાફરોમાં રોષ
વડનગર- રાધનપુર વાયા મહેસાણા દોડતી બસને પરત ફરતી વખતે પાટણ કરી દેવામાં આવતા મુસાફરોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે.દિવસની 5 થી 6 હજાર આવક ધરાવતી આ બસના રૂટમા એકાએક ફેરફાર કરી દેવામાં આવ્યો છે. બસને સત્વરે વાયા મહેસાણા કરાય તેવી મુસાફરોમાં માંગ ઊઠી છે.

વડનગર ડેપોથી સવારે 6:00 વાગે રાધનપુર વાયા મહેસાણા વચ્ચે દોડતી બસ 10.30 વાગે રાધનપુરથી પરત ફરતાં તેને વાયા મહેસાણાની જગ્યાએ પાટણ_ ઊંઝા કરી દેવામાં આવી છે.જેને લઈ મુસાફરોમાં કચવાટ સર્જાયો છે.આ બસને ફરી મહેસાણા કરાય તેવી મુસાફરોમાં માંગ ઊઠી છે.આ બસની આવક સારી હોવા છતાં પણ એસટી તંત્ર દ્વારા મનસ્વી નિર્ણય લઈ બસના રૂટમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે.બસને વાયા મહેસાણા નહીં કરવામાં આવે તો આગામી સમયમાં મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે.

X
Patan - વડનગર-રાધનપુર વાયા પાટણ બસ બંધ કરાતા મુસાફરોમાં રોષ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App