5 સંતાનના પિતાએ 18 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ

રાધનપુરના ભીલોટની યુવતીને ધમકાવીને માર મારીને દુષ્કર્મ આચાર્યાની ગામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી

DivyaBhaskar News Network | Updated - Sep 10, 2018, 03:01 AM
Patan - 5 સંતાનના પિતાએ 18 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ
રાધનપુર તાલુકાના ભીલોટ ગામની 18 વર્ષીય પરિણિત યુવતીને તેમના ગામનો ટ્રક ચલાવવાનો વ્યવસાય કરતો અને પાંચ સંતાનનો પિતાએ યુવાનને મોબાઈલ પર ફોન કરી તેના પિતાને મારી નાખવાની ધમકી આપી તેમજ માર મારી દુષ્કર્મ ગુજારતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.

ભીલોટ ગામે રહેતી પરિણિત દીકરીને (18 વર્ષીય ) તેના ગામનો પરિણિત અશોકભાઇ મગનભાઇ ઠાકોરે તાજેતરમાં યુવતીને ફોન કરી તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી તેનીને માર મારીને તેની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે યુવતીએ રાધનપુર પોલીસ મથકે શખ્સ ઠાકોર અશોકભાઇ મગનભાઇ રહે.ભીલોટ સામે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે તપાસ અધિકારી પીએસઆઇ એમ.યુ.પટેલ જણાવ્યુ હતું કે યુવતીને મેડિકલ પાટણ ધારપુર હોસ્પિટલ ખાતે કરવામાં આવી રહ્યું છે અને આરોપીની શોધખોળ તપાસ હાથ ધરી છે. તેવું જણાવ્યુ હતું.

X
Patan - 5 સંતાનના પિતાએ 18 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App