Divya Bhaskar

Home » Uttar Gujarat » Latest News » Patan » Patan - પોલેન્ડની 5 અને પાટણ યુનિ. સ્ટુડન્ટ-ફેકલ્ટી એક્સચેન્જના MOU કરશે

પોલેન્ડની 5 અને પાટણ યુનિ. સ્ટુડન્ટ-ફેકલ્ટી એક્સચેન્જના MOU કરશે

Divyabhaskar.com | Updated - Sep 10, 2018, 03:01 AM

કાલે યુનિવર્સિટીના કુલપતિ પોલેન્ડના પ્રવાસે રવાના થશે

  • Patan - પોલેન્ડની 5 અને પાટણ યુનિ. સ્ટુડન્ટ-ફેકલ્ટી એક્સચેન્જના MOU કરશે
    ટૂંક સમયમાં હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સીટી પોલન્ડની જુદી જુદી પાંચ યુનિવર્સિટી સાથે સ્ટુડન્ટ અને ફેકલ્ટી એક્સચેન્જ અંગેના એમ.ઓ.યુ કરવા જઈ રહી છે. આ માટે યુનિવર્સિટીના કુલપતિ ડો.બી.એ પ્રજાપતિ મંગળવારના રોજ પોલેન્ડના પ્રવાસે રવાના થશે તેમ યુનિવર્સિટીના સુત્રો એ જણાવ્યું હતું.

    યુનિવર્સિટી લાઈફ સાયન્સ વિભાગના એસોસિએટ પ્રોફેસર ડો. નિશીથ ધારૈયાને પણ યુરોપિયન એસોસીએસન ઓફ ઝુ એન્ડ એક્વેરિયા સંસ્થા દ્વારા સંસ્થાની વાર્ષિક સભામાં રીંછ વિશેના તેમના સંશોધનો અંગે વ્યાખ્યાન આપવા ગ્રીસના એથેન્સ ખાતે આમંત્રિત કર્યા છે. જેને લઇ ડો. નિશીથ ધારૈયા શનિવારની સાંજે એથેલ્સના પ્રવાસે રવાના થયા છે. ડો નિશીથ ધારૈયા આંતરરાષ્ટ્રીય લેવલની રીંછ એક્સપર્ટ ટીમના ચેરમેન છે. જેઓ તારીખ 22 સપ્ટેમ્બરના રોજ એથેન્સ ખાતે વ્યાખ્યાન આપશે અને આંતરરાષ્ટ્રીય રીંછ સંશોધન સંસ્થા આઈબીએ દ્વારા સ્લોવેનિયા ખાતેની મીટીંગમાં પોતાનું સંશોધન રજૂ કરશે.

    પ્રવાસ દરમિયાન પોલેંડ ખાતે કુલપતિ બી.એ પ્રજાપતિ સાથે પોલેન્ડની પોજનાન યુનિ., ઓપલ યુનિ., પોલીસ એકેડમી agh યુનિ. અને વરસવ યુનિ. મળી કુલ 5 યુનિ. સાથે સ્ટુડન્ટ અને ફેકલ્ટી એક્સ્ચેન્જ અંગેના એમ.ઓ.યુ કરાર કરશે આ એમ.ઓ.યુ થી ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તથા અધ્યાપકોને પોલેન્ડનો અભ્યાસ તથા ત્યાંના સંશોધન કરવાની તક પ્રાપ્ત થશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending