પાટણના મોતિસા દરવાજા નજીક આવેલા ખોડીયાર મંદિરથી માતાજીની આરતી અને ત્યારબાદ રાષ્ટ્રગીતનું ગાન કર્યા પછી મુસ્લિમ સમાજના લોકોએ શાંતિનું પ્રતીક સફેદ કબુતર ઉડાડી માતાજી ના રથ સાથે સદભાવના પદયાત્રાનું પ્રસ્થાન થયું હતું
પદયાત્રામાં બાળકો યુવકો વૃદ્ધો મહિલાઓ સહિતના લોકો જય સરદાર જય પાટીદાર જય જવાન જય કિસાન સૂત્રો વાળી ટોપીઓ પહેરી યાત્રામાં જોડાયા હતા.ત્રિરંગા અને પાટીદારના ધ્વજ લહેરાવતી યાત્રા જેમ આગળ વધતી હતી.મોતિસા દરવાજા થઈ વિઠ્ઠલ ચેમ્બર ત્રણ દરવાજા દોશીવટ બજાર હિંગળાચાચર બગવાડા દરવાજા થઈ રેલવે સ્ટેશન રાજમહેલ રોડ ટીબી ત્રણ રસ્તા સિદ્ધપુર ચોકડી અંબાજી નેળિયા થઈ ઊંઝા તરફ પ્રયાણ કર્યું હતું.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો