• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • વિધાનસભા ચૂંટણી પહેલાંની છેલ્લી મતદારયાદી સુધારણા 1લી જુલાઇથી

વિધાનસભા ચૂંટણી પહેલાંની છેલ્લી મતદારયાદી સુધારણા 1લી જુલાઇથી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | વિધાનસભાનીઆગામી ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે તંત્ર દ્વારા તેને લગતી કામગીરી શરૂ કરાઇ છે. ચુંટણી પહેલાંની છેલ્લી મતદાર યાદી સુધારણા ઝુંબેશ 1 જુલાઇથી શરુ થશે અને 31 જુલાઇ સુધી ચાલશે. જેમાં દરેક મતદાન મથક પર બુથ લેવલ ઓફીસરો સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી હક્ક દાવા અને વાંધા અજીના ફોર્મ સ્વીકારશે. મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ બાદ જો કોઇના નામ યાદીમાં આવ્યા હોય તેવા નામોની નોંધ કરવા, મતદારનું અવસાન થયું હોય ,સ્થળાંતર થયા હોય ,મતદાર ઘરે હાજર હોયતો નામ કમી કરવા,અોળખકાર્ડની ભૂલો દૂર કરવી જેવી કામગીરી કરાશે. તમામ મતદાન સ્થળોએ 9,16 અને 23 જુલાઇએ રવિવારે રોજ સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી ખાસ કેમ્પ યોજવામાં આવશે.

વધુમાં 1 જાન્યુઆરી 2017ની લાયકાતની તારીખે કોઇ લાયક નાગરિકનું નામ મતદારયાદીમાં નોંધાયેલ હોય તો ફોર્મ નં.6 ભરાવીને જરૂરી આધાર પુરાવા સાથે બીએલઓ દ્વારા પરત મેળવવામાં આવશે તેવું જિલ્લા ચુંટણી તંત્રના સુત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...