તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • જુના પોરાણામાં CMની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે

જુના પોરાણામાં CMની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાં 8356 વિદ્યાર્થીઓ અને 7882 વિદ્યાર્થીનીઓ મળી કુલ 16238 વિદ્યાર્થીઓ ધો- 1 માં પ્રવેશ મેળવશે

પાટણજિલ્લાના રાધનપુર તાલુકાના જુના પોરાણા પ્રાથમિક શાળા ખાતે તા. 10 મી જુનના રોજ ગ્રામ્ય વિસ્તારના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના અંતિમ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં 35 જેટલા બાળકોને ધોરણ 1માં પ્રવેશ અપાનાર હોઇ પાટણ ડીપીઇઓ કચેરી સહિત વહિવટી તંત્ર ધ્વારા તૈયારીઓ હાથ ધરી છે.

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી ઉત્સવની માાહિતી આપતા ડીપીઇઓ જે.જી.પંડ્યાએ જણાવ્યુ કે જિલ્લામાં 8356 વિદ્યાર્થીઓ અને 7882 વિદ્યાથીનીઓ મળી કુલ 16238 વિદ્યાર્થીઓને ધો- 1માં પ્રવેશ આપવામાં આવશે. ગત વર્ષ કુલ 16718 વિદ્યાર્થીઓને ધો- 1માં પ્રવેશ આપ્યો હતો. ચાલુ સાલે ખાનગી શાળામાં ધો-1 માં વધુ બાળકોએ પ્રવેશ મેળવ્યો હોવાના કારણે સરકારી શાળામાં સંખ્યા ઘટી છે. ધોરણ 1માં પ્રવેશ મેળવનાર બીપીએલ અને આદિજાતીની 3748 વિદ્યાર્થીનીઓને વિધાલક્ષી બોન્ડ 2000ના અપાશે જે વિદ્યાર્થીની ધો- 8 માં પ્રવેશે ત્યારે તેના ખાતામાં જમા અપાશે. વર્ષ 2009-10માં 4774 વિદ્યાર્થીનીઓના બોન્ડની રકમ રૂ.47.74 લાખ મુખ્યમંત્રીના વરદ હસ્તે ચુકવાશે. ધો-1 થી 8માં વર્ષ 2016-17 માં ડ્રોપ આઉટ રેસીયો 1.42 ટકા તેમજ સાક્ષરતા દર 2.11 ની સ્થિતિએ હોવાનું તેઓએ જણાવ્યુ હતું.

ગ્રામ્ય વિસ્તારમાં તા. 8,9 અને 10 જુન તેમજ શહેરી વિસ્તારમાં તા.22 ,23 અને 24 જુન ના રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી ઉત્સવ ઉજવાનાર છે. લોકાર્પણ કાર્યક્રમો પણ થનાર છે.

અન્ય સમાચારો પણ છે...